જ્ઞાન સહાયકના વિરોધમાં નિકળેલી ઉલ્ટી દાંડીયાત્રાને આજે 7 મો દિવસ છે આ દાંડીયાત્રા હવે પુરી થવા આવી છે. ત્યારે વિદ્યાર્થીનેતા યુવરાજસિંહે આ લડાઈમાં યુવાનોને જોડાવા માટે આહ્વાન કર્યું છે આ સાથે જે લોકો તેમાં નથી જોડાતા તેમને યુવરાજ સિંહે આકરા શબ્દોમાં કહ્યું કે, જો તમે લડતા નથી તો તમે યુવાન નથી, યુવાન હોય તે પોતાના હક માટે લડે.
યુવરાજ સિંહે યુવાઓને શું કહ્યું
યુવરાજ સિંહે કહ્યું કે, ‘અમે મોડાસામાં આવ્યા છે અહીં પણ અમને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, દાંડીયાત્રામાં અમને બધેથી ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે. અમારો જે સામાન્ય લોકોને સમજાવવાનો એજન્ડા હતો તે સમજાવામાં અમે સફળ રહ્યા છે. આ લડાઈ પુરી થવા આવી છે ત્યારે જે ઉમેદવારો ઘરે બેસીને સોશિયલ મીડિયાના માધ્યમથી આ જ્ઞાનસહાયક યોજનાનો વિરોધ જોઈ રહ્યા છો તેમને સંદેશ આપવા માંગુ છું કે, અમે આ તમારી લડાઈ લડી છે. અમે સારથી બની લડ્યા છે હવે અર્જૂન બનવાનો વારો તમારો છે. અમે અત્યાર સુધી ગુજરાતના અનેક ગામ ખૂંદી વળ્યા હવે તમે અગાળ આવો. હવે તો પરમિશન પણ આપી છે. હવે અટકાયત થશે એવું નથી.
આવતી કાલે ગાંધીનગરમાં થશે ભેગા
જો તમે કાયમી શિક્ષક બનવા માંગતા હોય જે આવનાર દિવસોમાં કંઈ પરિવર્તન લાવે, તો વિનંતી છે કે શુક્રવારે બધા ભેગા થઈએ. ફક્ત ટેટ ટાટ નહીં પરંતુ બેરોજગાર યુવાનો પણ આવે, બેરોજગારીના મુદ્દે ગાંધીનગરમાં બધા ભેગા થઈ છે. સરકારે અત્યારે ગુજરાતને પ્રયોગશાળા બનાવી દીધી છે જો આ પ્રયોગ સફળ થયોને તો આવનાર દિવસોમાં ક્લાર્ક સહાયક, પોલીસ સહાયક પણ આવશે. હવે તમે પોતે જાગો , માંગ્ય વગર સરકાર કશુ નઈ પીરસે, આપણે લડવા માટે જ જુમવું પડશે. હવે તમે અગાળ આવો, અમે સારથી બનવા તૈયાર છીએ તમે અર્જૂન બનો.
યુવાનોને ઠપકો
વધુમાં યુવરાજ સિંહે જે લોકો લડતા નથી તેવા યુવાનોને ઠપકો આપતા કહ્યું કે, જો તમે લડતા નથી તો તમે ગુલામ છો, જો તમે બોલી નથી શકતા તો તમે યુવાન નથી, જેનામાં જુસ્સો હોય જેનામાં પરિવર્તન લાવવાની ઈચ્છા હોય તે અન્યાય સામે અવાજ ઉઠાવે. કોઈ લડે કે ન લડે અમે લડવાના છે.