વલસાડમાં આવેલી શાહ એન એચ કોમર્સ કોલેજની ઈન્ટરનલ પરિક્ષાના સેમેસ્ટર પાંચનું એકાઉન્ટનું પેપર લીક થઈ હોવાની વિગતો સામે આવતા હોબાળો મચ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા આ મુદ્દે પ્રિન્સીપાલની ઓફિસ સામે સુત્રોચ્ચાર કર્યાં હતા. કોલેજમાં પેપરલીકની ઘટનાને લઈને વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષ છે અને પેપરલીકની ઘટનામાં કોલેજના શિક્ષકો કે સ્ટાફની સંડોવણી હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. આ મુદ્દે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની પ્રતિક્રિયા સામે આવી છે.
વલસાડમાં આવેલી શાહ એન એચ કોમર્સ કોલેજમાં ઈન્ટરનલ પરિક્ષા ચાલી રહી હતી અને તેનુ સેમેસ્ટર પાંચનું એકાઉન્ટનું પેપર લીક થયું હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. વિદ્યાર્થીઓ દ્વારા પ્રિન્સિપાલની ઓફિસ બહાર સુત્રોચ્ચાર કરવામાં આવ્યા અને સાથે એવા પણ આક્ષેપો થઈ રહ્યાં છે કે આમા કોલેજના જ કોઈ શિક્ષક કે કર્મચારીઓની સંડોવણી હોઈ શકે છે.