રાજ્ય સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓમાં થતી ગેરરીતિ અટકાવવા માટે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા ઉમેદવારોનો અવાજ બની રહ્યાં છે. રાજ્યમાં લેવાનારી સરકારી ભરતીઓની પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા માટે યુવરાજસિંહ જાડેજાએ નવી પહેલ શરૂ કરી છે જેમાં કોઈ પણ વ્યક્તિ તેમનો સાથ આપી શકે છે.
ગેરરીતિને ઉજાગર કરો
સરકારી ભરતીમાં ગેરરીતિ, ભ્રષ્ટાચાર, કૌભાંડ બાબતે જો તમારી પાસે કોઈ પણ કાચી પાકી માહિતી હોય તો તમે યુવરાજસિંહ જાડેજાને જાણ કરી શકશો. યુવરાજસિંહ જાડેજાએ એક ગુગલ ફોર્મ જાહેર કર્યું છે જેમાં કોઈ પણ ઉમેદવાર તેની પાસે રહેલી ભરતી કૌભાંડ કે ગેરરીતિની માહિતી આપી શકશે.
યુવરાજસિંહની ટકોર
સરકારી ભરતીની પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવાનો પ્રયાસ આપણે જ કરવો પડશે, હવે આપણે જ આપણી સીટ બચાવવા આગળ આવવું પડશે અને રોકવું પડશે. તમારી કે તમારા ભાઈ/બહેનની મહેનતનો હકનો કોળિયો કોઈ છીનવી જતો હોય અને આપને ખ્યાલ હોઈ તો આપની રોકવાની નૈતિક જવાબદારી, ફરજ, અને ધર્મ છે. બીજાના ભરોસે ન બેસતા, તમારે જ તમારા માટે આગળ આવવું પડશે એવી મારી તમને ટકોર છે.
માહિતી ગોપનીય રહશે
જેમની પાસે કોઈ ભરતી કૌભાંડ/ગેરરીતિ/અન્યાય વિશે માહિતી છે અને તેઓ આ માહિતી આપવા માંગે છે તો નીચેનું ગુગલ ફોર્મ ભરીને આપી શકે છે. દરેક વ્યક્તિ સાથે ફોનમાં વાત શક્ય ના બને એટલા માટે તથા બીજી કામની અને ઉપયોગી માહિતી છૂટી ન જાય એટલે માટે આ ફોર્મ ભરી આપ માહિતી આપી શકો છો. આપની તમામ માહિતી ગોપનીય રહશે.
જે કોઈ ભરતી કૌભાંડ/ગેરરીતિ/અન્યાય વિશે માહિતી આપવા માંગે છે તે ગુગલ ફોર્મ ભરીને આપી શકે છે.
https://forms.gle/xrnCAmf4mVDwKLxz7
જાહેર જનતાને અપીલ
હાલ સ્પર્ધાત્મક પરીક્ષાનો માહોલ ગરમ છે. આવા સમયમાં સરકારી ભરતી કે અન્ય ભરતી માટે ઘણા લે-ભાગુ તત્વો એક્ટિવ થતાં હોઈ છે. આપને ક્યારેય પણ કોઈપણ પ્રકારની લોભ લાલચ માટે બાતમી/વાત મળે તો ખાસ પોલીસ ને જાણ કરજો, એનો લાભ લેવા ન જતા આપ એ ટ્રેપ માં પણ ફસાઈ પણ શકો છો. કોઈ અસમાજિક તત્વો આપના પૈસા ખોટી રીતે પડાવી પણ શકે છે. અને અત્યારે સમય પરિસ્થિતિ જોઈ “તમારી જરૂરિયાત અને મજબૂરી નો ફાયદો” અસમાજિક તત્વો લેતા હોઈ છે તો આવી કોઈપણ પ્રકારની વાતમાં આવું નહીં,અને જરૂર જણાય ત્યાં નજીક ના પોલીસ વિભાગ અથવા અન્ય તપાસ એજન્સી ને આપ જાણ કરી શકો છો.