જ્ઞાન સહાયક યોજના (Gyan Sahayak Scheme) અંતર્ગત સરકાર દ્વારા શિક્ષકોની કરાર આધારિત ભરતી કરવાના નિર્ણયનો TET-TAT પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યાં છે. આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આ યોજનાના વિરોધમાં દાંડીથી (Dandi) સાબરમતિ આશ્રમ (Sabarmati Ashram) સુધી યુવા અધિકાર યાત્રાના નામથી રિવર્સ દાંડીયાત્રા (Damdi March) કાઢવામાં આવી જેનો આજે છેલ્લો દિવસ છે. આ યાત્રા આજે ગાંધીનગર (Gandhinagar) પહોંચી અહીં સત્યાગ્રહ છાવણી ખાતે એક ભવ્ય સભાનું આયોજન થયું હતું. આ સભામાં આમ આદમી સાથે જોડાયેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગાંધીનગરની ગાદી સામે હુંકાર ભર્યો હતો.
ઘાયલના શેરથી શરૂઆત
પોતાના સંબોધનમાં યુવરાજસિંહ (Yuvrajsinh Jadeja) આજે આક્રામક જોવા મળ્યા તેમણે પોતાના સંબોધનની શરૂઆત અમૃત ઘાયલના એક શેર સાથે કરી કે, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના? સ્વયં વિકાસ છીંએ, સ્વયં વિનાશ છીંએ!
હમ ઝુકેગા નહી
તેમણે કહ્યું, અમે સંકલ્પ લઈને નિકળ્યા છીએ કે જ્યાં સુધી કાયમી ભરતી નહી થાય ત્યાં સુધી હમ ઝુકેગા નહી. પહેલું પગથિયું દાંડીથી શરૂ કરી આજે સત્યાગ્રહ છાવણી પહોંચ્યા છીએ. આ સત્યાગ્રહ છાવણી ઘણાં આંદોલનનું સાક્ષી છે. મારા જીવની પહેલી લડાઈ અહીં લડી હતી અને તેમાં અમને સફળતા મળી હતી. આ ભૂમિ પર ઘણાં આંદોલન લડ્યા છીએ. આ યુવાનોને ન્યાય અપાવીને રહીશું.
કુબેર વિચારોના કંગાળ
તેમણે શિક્ષણમંત્ર (Kuber Dindor) સામે નિશાન સાધતા કહ્યું કે, આ પરસેવો ચાલીને થયો છે. શિક્ષણમંત્રી તડકામાં ચાલીને પરસેવો વળ્યો છે યાદ રાખજો તમને પરસેવોવાળી દેશું. જેમના નામમાં કુબેર છે પણ વિચારોના કંગાળ છે. આ જગદંબાઓની હાઈ લાગશે તો કુબેરના કુબેર ખાલી થતાં વાર નહી લાગે. પોતે જાતે કંઈ નિર્ણય નથી લઈ શકતા બધુ સચિવને પુછવું પડે છે, ધૂળ પડી તમારામાં, તમે જનપ્રતિનિધિ છો.
પૂર્વ શિક્ષણમંત્રી વાઘાણી પર નિશાન સાધ્યું
તેમણે પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી (Jitu Vaghani) પર તેમનું નામ લીધા વિના નિશાન સાધતા કહ્યું કે, આ મુદ્દાનું નિરાકરણ નહી આવે તો, ભૂતકાળમાં એક શિક્ષણમંત્રીએ કહ્યું હતું કોણ યુવરાજસિંહ? આજે તે ઘરે બેસી ગયા છે કેટલાક અમારા જ નડ્યા બાકી તે ધારાસભ્ય પણ નહી બની શકત.
વિધાનસભાના પાયા ડગમગાવીશું
ચપટી ધૂળ ઉપાડીને આ કરાર આધારિત ભરતી પ્રક્રિયાનો વિરોધ કરી તેને રદ્દ કરાવી કાયમી ભરતી લઈને રહીશું. દાંડીથી અમે મીઠા વગરની સરકાર માટે મીઠું લાવ્યા છીએ. આ મીઠું વિધાનસભામાં લઈને જઈશું. અમે સવિનય કાનુન ભંગ કરીશું. વિધાનસભાના પાયાડગમગાવવા જનસેલાબ લઈને જઈશું. યુવાનોના હિતમાં નિર્ણય નહી લો તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો.
એક એન્જીનને ઘરે બેસાડી દો
તેમણે જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, યાદ રાખજો આ પ્રશ્નોનું મૂળ રાજકારણ છે અને તેનું સમાધાન પણ રાજકારણ છે. જેને તમે વિધાનસભામાં ચૂંટ્યા છે તે તમારા માટે કાયદા ઘડે છે. ડબલ એન્જીનનું એક એન્જીન ઘરે બેસાડી દો તો આ લોકોને ખબર પડશે.
દેવાયત ખવડના અંદાજમાં યુવરાજસિંહ
આ ટ્રેલર છે આના પછીનું આયોજન તમે કલ્પના નહી કરી હોય તેનાથી વધારે હશે. તેની જાહેરાત આગળના સમયમાં કરીશું. યાચના નહી અબ રણ હોગા જીવન-જય યા કી મરણ હોગા. મોત કાલ આવતું હોય તો આજ આવે, જેલમાં કાલે નાખતા હોય તો આજે નાખો પણ મેં ઝુકેગા નહી સાલા….