એવું કામ કરો કે, તમારે તમારી ઓળખાણ જાતે ન આપવી પડે : Yuvraj Singh Jadeja

August 12, 2024

Yuvraj Singh Jadeja on Education Minister Kuber Dindor : રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં 15 ઓગસ્ટ પહેલા તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે.ભાજપના પદાધિકારીઓ પોતાના વિસ્તારમાં ફરીને તિરંગા અભિયાન કરી રહ્યા છે. ત્યારે મહીસાગરના માનગઢ ધામ ખાતે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડીંડોરે તિરંગા યાત્રાની શરૂઆત કરાવી હતી. જેથી મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ શિક્ષણ મંત્રી હાથમાં તિરંગો લઈ માનગઢના ધામ ઉપર ફર્યા હતી આ દરમિયાન શિક્ષણમંત્રીએ જ્યારે સેલ્ફી લેવા માટે બાળકો પાસે પહોંચ્યા ત્યારે બાળકો શિક્ષણમંત્રીને ઓળખતા ન હતા જેથી શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે જાતે આપવી પડી પોતાની ઓળખ આપવી પડી હતી. ત્યારે આ ઘટના સામે આવતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની પ્રતિક્રિયા સામે આવી છે. યુવરાજસિંહે આ મામલે શિક્ષણમંત્રી પર પ્રહારો કર્યા છે. યુવરાજસિંહે કહ્યુ કે, શિક્ષણમંત્રીને કહેવા માંગ્યું છે કે, તમે જે પદ પર છો ત્યાં તમે એવા કામ કરો કે બાળકો તમને ઓળખતા થાય . શિક્ષણમંત્રીના વિસ્તારમાં જ 106 શાળા એક શિક્ષકથી ચાલે છે તેનો પણ તમે ઉદ્ધાર કરી નથી શક્યા અને તમે એવા બણગા ફૂકતા કે, હવે ગુજરાતનું શિક્ષણ મોડેલ આખા દેશમાં દેખાઈ આવ્યું છે. અત્યારની શિક્ષણ વ્યવસ્થા છે તેના પર થોડી દયા ખાવ કેમકે આ શિક્ષણ વ્યવસ્થાનું કરુણ દ્રશ્ય સામે આવ્યું છે. અત્યારે હર ઘર તિરંગા નહીં પરંતુ હર ઘર રોજગાર અભિયાન ચલાવવાની જરુર છે.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે શિક્ષણમંત્રી પર કર્યા પ્રહાર

યુવરાજસિંહે કહ્યું કે, વીડિયો જોયા બાદ મને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર દયા આવે છે. શિક્ષણમંત્રીને બાળક ન ઓળખતા હોવાથી તેમને જાતે પોતાની ઓળક આપવી પડે છે ત્યારે શિક્ષણમંત્રીને કહેવા માંગ્યું છે કે, તમે જે પદ પર છો ત્યાં તમે એવા કામ કરો કે બાળકો તમને ઓલખતા થાય . સમાન્ય જનતામાં તમારુ નામ થાય. અત્યાર સુધી જે થયું તે માત્ર પથ્થર પણ પાણી રેડાયુ હોય તેવો જ ઘાટ ઘડાયો છે શિક્ષણમંત્રીના વિસ્તારમાં જ 106 શાળા એક શિક્ષકથી ચાલે છે તેનો પણ તમે ઉદ્ધાર કરી નથી શક્યા અને તમે એવા બણગા ફૂકતા હવે તે ગુજરાતનું શિક્ષણ મોડેલ આખા દેશમાં દેખાઈ આવ્યું છે. તમારે તમારુ નામ બનાવવું હોય તો તમને કામ એવું કરો કે, લોકો તમને આપોઆપ તમારુ નામ લે . તમારે ફોટો પડાવવા સામેથી નહીં જવું પડે લોકો આપોઆપ તમારી સાથે ફોટો પડાવવા માટે પડાપડી કરશે.

 હર ઘર રોજગાર અભિયાન ચલાવો :  યુવરાજસિંહ

અત્યારની શિક્ષણ વ્યવસ્થા છે તેના પર થોડી દયા ખાવ કેમકે આ શિક્ષણ વ્યવસ્થાનું કરુણ દ્રશ્ય સામે આવ્યું છે. અત્યારે હર ઘર તિરંગા નહીં પરંતુ હર ઘર રોજગાર અભિયાન ચલાવવાની જરુર છે. તાયફાઓ કરવાની જરુર નથી જો સાચે જ કામ કરવા માંગતા હોય તો હરઘર રોજગાર જેવો કાર્યક્રમ તમે આપી શકો છો.

આ પણ વાંચો :  surendranagar : રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો, હવે સુરેન્દ્રનગરમાંથી પણ 2 ભૂતિયા શિક્ષકો મળી આવ્યા

Read More

Trending Video