Yuvraj Singh Jadeja on PaperLeak : પેપરલીકનો મુદ્દો ( PaperLeak) હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે પેપર લીકની વધતી ઘટનાઓ વચ્ચે, આ કાયદા માટેનું બિલ ફેબ્રુઆરી 2024 માં સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી પેપર લીક વિરોધી કાયદાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદમાં પેપરલીક મુદ્દે વક્તવ્ય આપ્યું હતુ જેમાં તેમણે પેપરલીક કરનારો સામે કડક કાર્યવાહી કરવામા આવશે તેવું જણાવ્યું હતું ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આ વક્તવ્ય ઉપર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી છે તેમને સરકાર પર પ્રહાર કરતા કહ્યુ કે્, ગુજરાતમાં સૌથી વધુ પપેરલીક થયા છે જેથી ગુજરાતમાં પેપરલીક કરનારોઓને સજા કરીન દાખલો બેસાડવામા આવે તેવી માંગ કરી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના નિવેદન મામલે યુવરાજસિંહની પ્રતિક્રિયા
યુવરાજસિંહે કહ્યું કે, દેશની સંસદ ભવનમાં આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પેપરલીકેજ પર વાત કરી છે જે ખુબ આવકાર્ય છે. સામાન્ય જનતાની પીડાનો અવાજ સંસદ ભવનમાં ગૂજ્યો છે. ને આ ગુંજેલો અવાજ ફક્ત ગૂંજ જ ન રહે અને ખાસ કરીને ધરાતલ પર કામગીરી પણ થાય તે પણ એટલી જ જરૂરિયાત છે. દેશના યુવાનોની પ્રતિભાને યોગ્ય અવસર મળવો જોઈએ. દોષિતોને સજા થવી જોઈએ. અને સરકારી પદ માટેની જે પરીક્ષાઓ છે તેના માટે પારદર્શીતા ખુબજરુરી છે. આ પ્રકારની વાત દેશના સંસદ ભવનમાં રાષ્ટ્રપતિ કરી રહ્યા છે. ત્યારે દોષીતોને સજા આપવાની વાત કરવામા આવે તો.2014 થી લઈને 2024 સુધીમાં ગુજરાતમાં 24 જેટલા પેપરલીક થયા છે જેમાં આખા ભારતમાં ગુજરાત અગ્રેસરછે. તે પછી યુપી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, જે હિન્દીબેલ્ટ છે તેમાં સૌથી વધુ પેપરલીકેજની ઘટનાઓ સામે આવે છે ત્યારે હંમેશા એક શબ્દ વાપરવામા આવે છે કે, કોઈપણ ચમરબંધીને છોડવામા નહીં આવે. પરંતુ 2014 થી લઈને 2024 સુધીમાં ગુજરાતમાં આજદીન સુધી એક પણ ચમરબંધી પકડાયો નથી. આટલી બધી FIR થઈ પરંતુ હજુ સુધી કોઈને સજા નથી થઈ.
પેપરલીકના કાયદાનું યોગ્ય અમલીકરણ કરવામા આવે
વધુમાં યુવરાજસિંહે કહ્યું કે, સંસદમાં જે પેપરલીકેજનો કાયદો બનાવવામા આવ્યો છે તેની વાત જે કરી રહ્યા છે. ત્યારે અમારી માંગણી છે કે, કાયદાનું યોગ્ય રીતેતેનું અમલીકરણ કરવામા આવે તો જ જે અવાજ ગુજ્યો છે તેને ન્યાય મળશે.
સરકાર પર કર્યા પ્રહાર
વધુમાં તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યુ કે, જે લોકો મોટી મોટી વાતો કરે છે કે, અમે બીજા દેશમાં જઈને યુદ્ધ રોકાવી શકીએ છીએ.તો તે પોતાના દેશમાં શા માટે પેપરલીકેજને રોકાવી નથી શકતા. મેં ભી ચોંકીદાર તેવો નારો લગાડવામા આવતો હતો. તો તે ચોકીદારને અમે કહેવા માંગીએ છીએ કે તમારા સમયગાળામાં અહીંયા તો પુરેપુરી દાળ જ કાળી છે. તો તેના માટે ગાણવો બદલવાની ખાસ જરુર છે.
પરીક્ષા પદ્ધતિ બદલવાની કરી માંગ
ગુજરાતમા સૌથી વધુ પેપરલીક થયા છે તેની પર કાર્યવાહી કરીને એક દાખલો બેસાડવામા આવે જેથી ભવિષ્યમાં આવી કોઈપણ પ્રકારની ઘટના ન બને. 2014માં જે પ્રક્રિયાથી પેપરલીકેજ થતા હતા તે જ પ્રક્રિયાથી ગુજરાતમાં પેપરલકેજ થાય છે. એટલેકે મોડસ ઓપરેન્ડી સેમ છે. એટલા માટે પરીક્ષા પદ્ધતિમાં બદલાવ લાવવાની જરુર છે.
પેપરલીકેજ માફિયાઓને કડક સજા કરવામા આવે
પેપરલીકેજ પર અત્યાર સુધી જે નક્કર કાર્યવાહી થવી જોઈએ તે હજુ સુધી નથી થયું. કોઈ ચમરબંધીને પકડવામા નથી આવ્યો.એટલે જો ગુજરાતમોડેલની વાતો કરવામા આવે છે તો ગુજરાતથી જ તેનો દાખલો બેસાડવામા આવે અને જે કંઈ પણ પેપરલીકેજના માફિયાઓ છે તેને યો્ગ્ય અને કડક સજા કરવામા આવે તો જ આ અવાજ ગુંજેલો છે તેને યોગ્ય ન્યાય મળશે.
આ પણ વાંચો : Surendrnagar: CM Bhupendra Patel એ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહન આપતા શું કહ્યું ?