ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ ! Yuvrajsinh Jadeja નો મોટો ધડાકો

Somnath Sanskrit University scam : વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે (Yuvraj Singh Jadeja) વધુ એક કૌભાંડને લઈને ખુલાસો કર્યો છે

January 17, 2024

Somnath Sanskrit University scam :  ગુજરાતમાં અવાર નવાર વિવિધ ભરતી કૌભાંડને ઉજાગર કરનારા વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે (Yuvraj Singh Jadeja) વધુ એક કૌભાંડને લઈને ખુલાસો કર્યો છે. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી (Somnath Sanskrit University) માં રિસર્ચ આસિસ્ટન્ટ યોગામાં મદદનીશ તરીકે ભરતી પહેલાં જ ઉમેદવારની પસંદગી થઇ ગઇ હોવાનો યુવરાજસિંહે આક્ષેપ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. નવાઇની વાત એ છે કે યુવરાજસિંહે આ મામલે સરકારને અગાઉથી જ જાણ કરી દીધી હતી પણ પગલાં લેવાયા નથી.

યુવરાજસિંહ જાડેજાનો ઘટસ્ફોટ

 સોમનાથ સંસ્કૃત યુનિ. દ્વારા વિવિધ સંવર્ગના કથિત ભરતી કૌભાંડ અંગે યુવરાજસિંહ જાડેજાએ મોટો ખુલાસો કર્યો છે. યુવરાજસિંહે જાડેજાએ કહ્યું કે, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમા રિસર્ચ આસિસ્ટન્ટ યોગાની જગ્યા માટે કૌભાંડ થયું છે. તેમાં ભરતી પહેલા જ ઉમેદવારની પસંદગી નક્કી થઈ ગઈ હતી. યુવરાજ સિંહે યોગના સંશોધન મદદનીશ તરીકે વાઘ વૈશાલીની ભરતીને સામે સવાલ ઉભા કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે આ પોસ્ટ માટે ભરતી પહેલા જ એવી ચર્ચા હતી કે તે પોસ્ટ પર વાઘ વૈશાલીબેન કેસુરભાઈ સીટ નંબર RAY10 ઉમેદવારની પસંદગી થશે. આજે આવેલ રિઝલ્ટમાં વાઘ વૈશાલીબેન કેસુરભાઈ સીટ નંબર RAY10 ઉમેદવારની જ પસંદગી થઈ છે. તેમણે કહ્યુંકે, દ્વિસ્તરિય પરીક્ષા પદ્ધતિમાં જ્યારે પહેલી પરીક્ષા પણ લેવાઇ ન હતી ત્યારથી આ વ્યક્તિનું નામ ગૃપોમાં ફાયનલ મનાતું હતું. આમ યુનિ. ના સત્તાધીશો દ્વારા ગેરરીતિ કરી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે. તેમજ આ ભરતીમાં અન્ય પણ બીજા 6 લોકો છે તેવી શંકા છે.

તપાસની માંગ

તેમણે જણાવ્યું કે,  સ્ટાફે અમને નામ ન આપવાની શરતે ઘણી બધી માહિતી આપી છે. છેલ્લા ઘણા સમયથી અહીંના રજિસ્ટાર અને એ ભરતી કૌભાંડ કરી પોતાના મળતિયાઓને સોમનાથ યુનવર્સિટીમાં જ ભરતી કર્યા હોય તેવા અમારી પાસે અનેક દાખલાઓ છે.  યુવરાજસિંહે આ મામલે નિષ્પક્ષ તપાસ થાય અને જે પણ તેની સાથે સંકળાયેલા છે તેને સજા થાય અને આ ભરતી ફરીથી થાય તેવી માંગ કરી હતી.

સરકાર પર પ્રહાર

વધુમા તેમણે જણાવ્યું હતુ કે, મહેનત કરનાર ઉમેદવારને કંઈ મળતુ નથી અને રાજકીય અને આર્થીક વગનો આમા ઉપયોગ કરવામા આવ્યો છે. અત્યાર સુધીમાં 4 ભરતી કૌભાંડો , બિનસચિવાલય, હેડ ક્લાર્ક, ઉર્જા ભરતી કૌભાંડ, જુનિયર ક્લાર્ક ભરતીમાં સરકારે ક્યાંકને ક્યાંક તપાસ કરી અન્ય કોઈ ભરતીમાં સરકારે તપાસ કરી નથી તે વાસ્તવિકતા છે.વિજ્ય રુપાણીની સરકાર આવી ત્યારથી લઈને ભૂપેન્દ્ર પટેલની સરકાર આવી ત્યા સુધીમા અમે 11 ભરતી કૌભાંડ સામે લાવ્યા છીએ

Read More