જ્ઞાન સહાયક યોજના રોલેક્ટ એક્ટના કાયદા જેવી છે : જનમંચ પરથી ગરજ્યા Yuvrajsinh Jadeja

કોંગ્રેસના જનમંચ હેઠળ આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં જ્ઞાન સહાયક ઉમેદવારો ઉમટ્યા

October 6, 2023

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે TAT-TAT પાસ ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું હતું. જેમાં ઉમેદવારો સાથે કોંગ્રેસના નેતા પણ જોડાયા છે. ખાસ વાત તો એ છે કે, કોંગ્રેસની સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ આ વિરોધમાં કોંગ્રેસ નેતાની સાથે જોડાયા હતા. કોંગ્રેસના જનમંચ હેઠળ આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં જ્ઞાન સહાયક ઉમેદવારો ઉમટ્યા હતા.

સરકારને ઘેરી

આ કાર્યક્રમમાં યુવરાજસિંહ જાડેજાએ અનેક મુદ્દાઓ પર મોદી સરકારને ઘેરી હતી અને આ જ્ઞાન સહાયક યોજનાની સરખામણી રોલેક્ટ એક્ટ સાથે કરી હતી. તેમણે કહ્યું કે, જ્ઞાન સહાયક યોજના રોલેકેટ એક્ટ (Rolect Act) કાયદા જેવી છે. આ કાયદો તમારે રદ્દ કરવો પડશે. આ તો હજુ ટ્રેલર છે ફિલ્મ આખી બાકી છે.

શિક્ષણનો વેપાર

તેમણે વધુમાં કહ્યું કે, અહીં આવેલા ઉમેદવારો બોગસ ડિગ્રીવાળા નથી. જે લોકો આંદોલન કરે છે તેની પાસે ડિગ્રી છે. આજે સત્યાગ્રહ છાવણી પર જે આવ્યા છે તે શિક્ષક બનવા માંગે છે. શિક્ષણનું ખાનગીકરણ અને વેપારીકરણ થઈ રહ્યું છે તેના વિરોધમાં અમે ઉતર્યાં છીએ.

રોલેક્ટ એક્ટ જેવો કાયદો

યુવરાજસિંહે કહ્યું કે, જ્યારે જ્યારે વિરોધ કર્યો ત્યારે જેલના સળિયા પાછળ ધકેલી દીધાં. જેલ સે ડર નહીં લગતા ભારતીય જુલમાબાદી પાર્ટી (BJP) કે જુમલોસે ડર લગતા હૈ. જ્યાં વિદ્યાર્થીઓના હકની વાત હોય અમે તેના વિરોધમાં ઉતર્યાં છીએ. જ્ઞાન સહાયક રોલેક્ટ એક્ટ (Rolect Act) જેવો કાયદો છે. આ કાયદો કરવામાં માટે વિધાનસભાને ઘેરવા માટે પણ તૈયાર છીએ. અમને સહમતી પત્ર મળશે. જેમાં 10 પ્રશ્નનું લિસ્ટ બનાવવામાં આવશે તેને વિધાનસભામાં મોકલવામાં આવશે.

રાજસ્થાનમાં ગરજ્યા, ગુજરાતમાં મૌન

તેમણે રાજસ્થાનમાં પેપરલીકની ઘટનામાં મોદી સાહેબના નિવેદન અંગે જણાવ્યું કે, વડાપ્રધાન રાજસ્થાનમાં જે બોલ્યા તે ખોટી ડંફાસો મારે છે. પેપરલીક કરનારાઓને પાતાળમાંથી શોધવાની વાત કરે છે તો ગુજરાતમાં પેપરલીક કરનારાઓને શોધી બતાવો.

આ છે તમારી નારી વંદના

5મી સપ્ટેમ્બરે જ્યારે શિક્ષકોનું સમ્માન થતું હતુ ત્યારે બીજી બાજુ શિક્ષકોને ઢસડવામાં આવતા હતા. બહેનોને ઢસેડવામાં આવતી હતી આ છે તમારી નારી વંદના. હિંદૂ ધર્મ કોઈ ખતરામાં નથી. લોકોને ભરમાવવામાં અને ભટકાવવામાં આવી રહ્યાં છે.

Read More