Yusuf Pathan : સાંસદ યુસુફ પઠાણ પર જમીન પચાવી પાડવાના આક્ષેપ, મહાનગરપાલિકાની જમીન પર ગેરકાયદેસર બાંધકામના આરોપ

June 13, 2024

Yusuf Pathan : લોકસભા 2024માં પશ્રિમ બંગાળની બેહરામપુર લોકસભા બેઠક પરથી TMCના સાંસદ બનેલા ક્રિકેટર યુસુફ પઠાણ (Yusuf Pathan) વિવાદમાં આવ્યા છે. સાંસદ બનતાની સાથે જ યુસુફ પઠાણ વિવાદમાં આવ્યા છે. સાંસદ યુસુફ પઠાણે ગેરકાયદે પ્લોટ પર કબજો કર્યો હોવાના આક્ષેપથી વિવાદ ઉભો થયો છે. યુસુફ પઠાણ પર ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવાના તેમના પર આક્ષેપો લગાવવામાં આવ્યા છે.

સાંસદ યુસુફ પઠાણ પર જમીન પચાવી પાડવાના આક્ષેપ

પશ્ચિમ બંગાળના બહેરામપુરાથી સાંસદ બનતા જ યુસુફ પઠાણ વિવાદમાં આવ્યા છે. બીજેપીના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે યુસુફ પઠાણ પર આરોપ લાગવ્યા છે. કોર્પોરેશને યુસુફને જમીન આપવા ઠરાવ કર્યો પણ રાજ્ય સરકારે નામંજૂર કર્યો હતો. નામંજૂર કર્યા બાદ પણ યુસુફે પ્લોટ પર દીવાલ અને તબેલો ઉભો કરી દીધો છે. તાંદલજામાં તેના ઘરના બાજુના પ્લોટ પર દબાણ કરી દીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. યુસુફ પઠાણે 2012ના જમીન વેચાણે લેવાની માગણી કરી હતી. મહાનગર પાલિકાની સામાન્ય સભામાં સર્વાનુમતે આ દરખાસ્ત મંજૂર પણ કરાઈ હતી. પ્રતિ ચોરસ મીટર 57,270 ના પ્રીમિયમ થી 978 ચો.મી જમીન ફાળવવામાં આવી હતી. ત્યારે 2014 માં જ શહેરી વિકાસ મંત્રાલય દ્વારા દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી.હવે ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે કોર્પોરેશનનો પ્લોટ પાછો લેવા માંગ કરી છે.

આ પણ વાંચોHC on Rajkot Fire : રાજકોટ અગ્નિકાંડ મામલે હાઇકોર્ટે સરકારની કાઢી ઝાટકણી, વિભાગીય ઈન્ક્વાયરીના કર્યા આદેશ

Read More

Trending Video