WPL 2027 Schedule: BCCI દ્વારા વિમેન્સ પ્રીમિયર લીગ 2027 ના શિડ્યુલની સત્તાવાર જાહેરાત, વડોદરા અને મુંબઈમાં રમાશે 22 હાઈ-વોલ્ટેજ મુકાબલા

November 4, 2026

WPL 2027 Schedule: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ની પાંચમી સીઝનના સંપૂર્ણ કાર્યક્રમનું સત્તાવાર એલાન કરી દેવામાં આવ્યું છે. TATA WPL 2027 આગામી 14 જાન્યુઆરીથી શરૂ થઈને 7 ફેબ્રુઆરી 2027 સુધી યોજાશે. આ વખતે ટૂર્નામેન્ટનું આયોજન બે મોટા શહેરો—ગુજરાતના વડોદરા અને મહારાષ્ટ્રના મુંબઈમાં સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. બંને શહેરો વચ્ચે સમાન રીતે 11-11 મેચોનું વિભાજન કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટનો પ્રારંભ 14 જાન્યુઆરીના રોજ સંસ્કારી નગરી વડોદરા ખાતે થશે, જ્યાં ઓપનિંગ મેચમાં ગત ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) નો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે થશે.

વડોદરામાં 14 થી 24 જાન્યુઆરી સુધી 11 મેચોનો રોમાંચ

ગુજરાતના ક્રિકેટ ચાહકો માટે આ જાહેરાત અત્યંત ઉત્સાહવર્ધક બની રહી છે. ટૂર્નામેન્ટનો પ્રથમ તબક્કો એટલે કે વડોદરા લેગ 14 જાન્યુઆરીથી શરૂ થઈને 24 જાન્યુઆરી સુધી ચાલશે. આ 11 દિવસ દરમિયાન વડોદરામાં સતત 11 રોમાંચક લીગ મેચો રમાશે. સ્થાનિક ટીમ ગુજરાત જાયન્ટ્સ પોતાનો પ્રથમ મુકાબલો 15 જાન્યુઆરીના રોજ યુપી વોરિયર્સ સામે રમશે. વડોદરાના દર્શકોને વિશ્વસ્તરીય મહિલા ક્રિકેટરોની રમતને ઘરઆંગણે માણવાની ઉત્તમ તક મળશે.

મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં 26 જાન્યુઆરીથી લીગ અને પ્લેઓફ

વડોદરા લેગ પૂર્ણ થયા બાદ તમામ ટીમો મુંબઈ પહોંચશે. મુંબઈ સ્થિત પ્રખ્યાત ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા (CCI) ના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે 26 જાન્યુઆરીથી બીજા તબક્કાની મેચો શરૂ થશે. મુંબઈ લેગમાં બાકી રહેલી 9 લીગ મેચો 3 ફેબ્રુઆરી સુધી રમાશે. આ સાથે લીગ સ્ટેજની કુલ 20 મેચો પૂર્ણ થશે અને પ્લેઓફમાં પહોંચનારી ટોપ 3 ટીમોનું ચિત્ર સ્પષ્ટ થશે. WPL 2027 ના તમામ 22 મુકાબલા ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.

એલિમિનેટર અને ફાઇનલનું ગણિત

ટૂર્નામેન્ટના ફોર્મેટ અનુસાર, પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાને રહેનારી ટીમ સીધી 7 ફેબ્રુઆરીએ યોજાનારી ગ્રાન્ડ ફાઇનલમાં સ્થાન મેળવશે. જ્યારે ટેબલમાં બીજા અને ત્રીજા ક્રમે રહેનારી બે ટીમો વચ્ચે 5 ફેબ્રુઆરીના રોજ બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે ‘એલિમિનેટર’ મુકાબલો રમાશે. એલિમિનેટર વિજેતા ટીમ 7 ફેબ્રુઆરીએ ખિતાબી મુકાબલામાં ટોચની ટીમ સામે ટકરાશે.

TATA WPL 2027 નું સંપૂર્ણ સમયપત્રક (સાંજે 7:30 વાગ્યે શરૂ)

વડોદરા લેગ:

મેચ 1 (14 જાન્યુઆરી 2027, ગુરુવાર): રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વિ. મુંબઈ ઈન્ડિયન્સ, વડોદરા

મેચ 2 (15 જાન્યુઆરી 2027, શુક્રવાર): ગુજરાત જાયન્ટ્સ વિ. યુપી વોરિયર્સ, વડોદરા

મેચ 3 (16 જાન્યુઆરી 2027, શનિવાર): દિલ્હી કેપિટલ્સ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, વડોદરા

મેચ 4 (17 જાન્યુઆરી 2027, રવિવાર): યુપી વોરિયર્સ વિ. મુંબઈ ઈન્ડિયન્સ, વડોદરા

મેચ 5 (18 જાન્યુઆરી 2027, સોમવાર): ગુજરાત જાયન્ટ્સ વિ. દિલ્હી કેપિટલ્સ, વડોદરા

મેચ 6 (19 જાન્યુઆરી 2027, મંગળવાર): રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વિ. યુપી વોરિયર્સ, વડોદરા

મેચ 7 (20 જાન્યુઆરી 2027, બુધવાર): ગુજરાત જાયન્ટ્સ વિ. મુંબઈ ઈન્ડિયન્સ, વડોદરા

મેચ 8 (21 જાન્યુઆરી 2027, ગુરુવાર): યુપી વોરિયર્સ વિ. દિલ્હી કેપિટલ્સ, વડોદરા

મેચ 9 (22 જાન્યુઆરી 2027, શુક્રવાર): ગુજરાત જાયન્ટ્સ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, વડોદરા

મેચ 10 (23 જાન્યુઆરી 2027, શનિવાર): દિલ્હી કેપિટલ્સ વિ. મુંબઈ ઈન્ડિયન્સ, વડોદરા

મેચ 11 (24 જાન્યુઆરી 2027, રવિવાર): યુપી વોરિયર્સ વિ. ગુજરાત જાયન્ટ્સ, વડોદરા

મુંબઈ લેગ (વેન્યુ: બ્રેબોર્ન સ્ટેડિયમ :

મેચ 12 (26 જાન્યુઆરી 2027, મંગળવાર): મુંબઈ ઈન્ડિયન્સ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ

મેચ 13 (27 જાન્યુઆરી 2027, બુધવાર): દિલ્હી કેપિટલ્સ વિ. ગુજરાત જાયન્ટ્સ

મેચ 14 (28 જાન્યુઆરી 2027, ગુરુવાર): મુંબઈ ઈન્ડિયન્સ વિ. યુપી વોરિયર્સ

મેચ 15 (29 જાન્યુઆરી 2027, શુક્રવાર): રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વિ. દિલ્હી કેપિટલ્સ

મેચ 16 (30 જાન્યુઆરી 2027, શનિવાર): મુંબઈ ઈન્ડિયન્સ વિ. ગુજરાત જાયન્ટ્સ

મેચ 17 (31 જાન્યુઆરી 2027, રવિવાર): યુપી વોરિયર્સ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ

મેચ 18 (1 ફેબ્રુઆરી 2027, સોમવાર): મુંબઈ ઈન્ડિયન્સ વિ. દિલ્હી કેપિટલ્સ

મેચ 19 (2 ફેબ્રુઆરી 2027, મંગળવાર): રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વિ. ગુજરાત જાયન્ટ્સ

મેચ 20 (3 ફેબ્રુઆરી 2027, બુધવાર): દિલ્હી કેપિટલ્સ વિ. યુપી વોરિયર્સ

પ્લેઓફ મુકાબલા (મુંબઈ):

એલિમિનેટર – મેચ 21 (5 ફેબ્રુઆરી 2027, શુક્રવાર): નંબર 2 ટીમ વિ. નંબર 3 ટીમ

ગ્રાન્ડ ફાઇનલ – મેચ 22 (7 ફેબ્રુઆરી 2027, રવિવાર): નંબર 1 ટીમ વિ. એલિમિનેટર વિજેતા ટીમ

Read More

Trending Video