Arvalli: રાજ્ય સરકારે (Gujarat Government) અંધશ્રદ્ધાને (superstition) દૂર કરવા માટે કાયદો બનાવ્યો છતા રાજ્યમાં અનેક લોકો અંધશ્રદ્ધાનો ભોગ બની રહ્યા છે. હજુ પણ અંધશ્રદ્ધા ફેલાવતા ભુવા લોકોનો ભોગ લઈ રહ્યા છે તેવામાં અરવલ્લીમાં ફરી એક વાર અંધશ્રદ્ધાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અરવલ્લી જિલ્લામાં એક અઠવાડિયા માં સતત બીજી ઘટના આવી અંધશ્રધાની જ્યાં પહેલા ભિલોડાના રામપુર ગામ માં અંધશ્રધાથી મોત નીપજ્યું બીજું મહીસાગર ના ખાનપુર ની મહિલાનું માલપુર ના પીપરાણા ખાતે ભુવાની પાસે લઈ જતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
અંધશ્રદ્ધાએ લીધો મહિલાનો ભોગ
મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લામાં એક જ અઠવાડિયામાં અંધશ્રદ્ધાની બીજી ઘટના સામે આવી છે જ્યાં પહેલા ભિલોડા તાલુકાના રામપુરા ગામે ડાકણના વ્હેમમાં મહિલાની ગોડી મારી હત્યા કરી દેવામાં આવી હતી અને બીજી ઘટના મહીસાગરના ખાનપુર ગામે અંધશ્રદ્ધામાં મહિલાનું મોત નીપજ્યું છે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો મહીસાગરના ખાનપુર ગામના 28 વર્ષીય પિન્કી બેન રાવળ જેઓ છેલ્લા કેટલા સમય થી પેટની બીમારી લઈ બીમાર રહેતા હતા ત્યારે બધા દવાખાને ફરતા કોઈ જ આરામના થતા સગા સબંધિઓ દ્વારા અરવલ્લી જિલ્લાના માલપુરના પીપરાણા ખાતે ભુવાજી બાબુભાઇ તારાર ના ત્યાં લઈ જવામાં આવી હતી જ્યાં ભુવાજી દ્વારા આંકડિયાના મૂળ પીવડાવામાં આવ્યા તેઓ પરિવાર જનોએ આક્ષેપ કર્યો હતો ત્યાર બાદ આ મૂળનો રસ પીવળાવતા 28 વર્ષીય મહિલા પિન્કી બેનની તબિયત લથડતા તેઓ બે ભાન થયા હતા ત્યાં થી તેમને સારવાર અર્થે મોડાસા લાવ્યા ત્યાંથી વડોદરા લઈ ગયા ત્યાં ડોક્ટર ના પડતા અમદાવાદ સિવિલ ખસેડવામાં આવી હતી જ્યાં મહિલાનું મોત નીપજ્યું હતું આ અંધશ્રદ્ધાના મોતથી મહિલાના બે બાળકો માતા વગરના બન્યા છે ત્યાં રે સમગ્ર મામલે મહિલાના પતિ દ્વારા ભુવાજી બાબુભાઇ તારાર સામે માલપુર સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે હાલ ભુવાજી બાબુભાઇ ઘરેથી ફરાર છે સમગ્ર મામલે માલપુર પોલીસ તપાસ હાથ ધરી છે.
સરકારે અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવ્યો પરંતુ અમલવારી ક્યારે ?
મહત્વનું છે કે, તાજેતરમાં જ અંધશ્રદ્ધા પર નિયંત્રણ લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા અંધશ્રદ્ધા બિલ પાસ કરવામાં આવ્યું છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં આ બિલ રજૂ કર્યું હતું. ત્યારે દાવો કરવામાં આવ્યો હતો કે, જે પણ અંધશ્રદ્ધા ફેલાવશે અને અંધશ્રદ્ધાનું આચરણ કરનાપા,કરાનારા અને દુષ્પેરણા આપનારને કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ ક્યાંય હજુ સુધી તેની અમલવારી દેખાઈ રહી નથી. હજુ સુધી અંધશ્રદ્ધા ફેલાવતા ભુવા લોકોનાં જીવ લઈ રહ્યા છે. ત્યારે આ કાયદાનો અમલ ક્યારે આવશે? ક્યારે આવા ભુવાઓ પર લગામ લાગશે તેવા સવાલ થઈ રહ્યા છે.