કોરોના બાદ ગુજરાતમાં હાર્ટ એટેકની ઘટનામાં મોટો ઉછાળો આવ્યો છે. આજ કાલ લોકોને હાલતા, ચાલતા, બેઠા બેઠા, કસરત કરતા, કે ગરબા રમતા રમતા પણ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. ત્યારે રાજ્યમાંથી હાર્ટ એટેકનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદની એક શાળામાં મધ્યાહન ભોજન પીરસવાનું કામ કરતી મહિલાને હાર્ટ એટેક આવતા મોત તેનું મોત નિપજ્યું છે.
મહિલા હેલ્પરનું હાર્ટ એટેકથી મોત
પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે અમદાવાદના વિવેકાનંદનગરમાં આવેલી આંગણવાડીમાં મહિલા હેલ્પરને હાર્ટ એટેક આવ્યો છે. જેમાં 60 વર્ષની મહિલા બાળકોને ભોજન પીરસતી હતી આ દરમિયાન તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તે એચાનક જ ત્યાં ઢળી પડી હતી. આ અંગે 108 ને જાણ કરતા 108 નો સ્ટાફ અહીં આવી પહોંચ્યો હતો. અને મહિલાની CPR આપી તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરુતું તેને બચાવી શકાઈ ન હતી.
ગઈ કાલે સુરતના યુવકને આવ્યો હતો હાર્ટ એટેક
ગઈ કાલે સુરતમાં પણ હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ગરબા રમ્યા બાદ ખુરશીમાં બેઠેલા યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. જ્યારે તેના પહેલા જામનગર, રાજકોટ, અમદાવાદમાંથી પણ હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવી હતી જેમાં ખાસ કરીને યુવાનો હાર્ટ એટેકનો ભોગ બન્યા હતા.