Vinesh Phogat રાજકારણમાં કરશે એન્ટ્રી? જાણો કોંગ્રેસ નેતાએ શું કહ્યું

August 22, 2024

Vinesh Phogat: કુસ્તીબાજ વિનેશ ફોગટના રાજકારણમાં પ્રવેશને લઈને અટકળો ચાલી રહી છે, જે 100 ગ્રામ વધારે વજનના કારણે મેડલ વિના પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ હતી. હવે આ અંગે કોંગ્રેસના નેતા દીપક બાબરિયાએ નિવેદન આપ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા, હરિયાણાના પ્રભારી, દીપક બાબરિયાએ બુધવારે જણાવ્યું હતું કે જો દિગ્ગજ કુસ્તીબાજ વિનેશ ફોગાટ તેના ગૃહ રાજ્યમાં 1 ઓક્ટોબરની વિધાનસભાની ચૂંટણી લડવાનું નક્કી કરે છે, તો પાર્ટી ચોક્કસપણે તેને સામેલ કરશે.

બાબરિયાનું નિવેદન એવા અહેવાલો વચ્ચે આવ્યું છે કે વિનેશ તેના પિતરાઈ ભાઈ અને સાથી કુસ્તીબાજ ભાજપની બબીતા ​​ફોગટ સામે ચૂંટણી લડી શકે છે. મળતી માહિતી અનુસાર બાબરિયાને કહ્યું, “મને ખબર નથી કે અમારા કોઈ નેતાએ તેનો (વિનેશ) સંપર્ક કર્યો છે કે નહીં, પરંતુ જો તે ચૂંટણી લડવા માંગે છે, તો અમે તેનું સ્વાગત કરીશું અને ચોક્કસપણે તેનો સામેલ કરીશું.”

તાજેતરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ 29 વર્ષીય વિનેશને રાજ્યસભા માટે નોમિનેટ કરવાની માંગ કરી હતી, ત્યારબાદ તેમના પુત્ર અને રોહતકના સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ પણ આ માંગને સમર્થન આપ્યું હતું. તમને જણાવી દઈએ કે વિનેશ ફોગાટને પેરિસમાં તાજેતરમાં સમાપ્ત થયેલ ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેચ પહેલા જ કમનસીબે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. ફાઈનલ મેચ માટે કરવામાં આવેલા વજનમાં તેનું વજન 100 ગ્રામથી વધુ જોવા મળ્યું હતું. જે બાદ તેને મેડલ વિના પરત ફરવું પડ્યું હતું.

Vinesh Phogaએ તેની ગેરલાયકાત સામે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS) નો સંપર્ક કર્યો અને સહ-સિલ્વર મેડલની પણ માંગ કરી. જોકે, CAS એ નિયમોને ટાંકીને તેમની અપીલને ફગાવી દીધી હતી. તાજેતરમાં ફોગાટ ભારત પરત ફર્યા હતા, જ્યાં કુસ્તીબાજનું દિલ્હી એરપોર્ટથી તેના ગામ સુધી દરેક જગ્યાએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા બાદ કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ વિનેશ ફોગટનું સ્વાગત કર્યું. આ દરમિયાન રેસલર સાક્ષી મલિક અને બજરંગ પુનિયા પણ હાજર હતા.

 

આ પણ વાંચો: આજની ભારતની નીતિ તમામ દેશો સાથે નિકટતા વધારવાની છે, Polandમાં PM મોદીની પ્રતિક્રિયા

Read More

Trending Video