શું ભારત Sheikh Hasinaને બાંગ્લાદેશ પરત મોકલશે? વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા

August 30, 2024

Sheikh Hasina Extradition: ભારતે શુક્રવારે (30 ઓગસ્ટ 2024) પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે બાંગ્લાદેશની કોઈપણ સંભવિત માંગના મુદ્દે વિગતવાર વાત કરવાનો ઇનકાર કર્યો હતો. જો કે, ભારતે સ્વીકાર્યું કે પાડોશી દેશમાં અશાંતિના કારણે વિકાસ પ્રોજેક્ટ્સ પર કામ અટકી ગયું છે.

સુરક્ષા કારણોસર શેખ હસીના ભારત આવ્યા હતા

એક અહેવાલ મુજબ, બાંગ્લાદેશની વચગાળાની સરકાર દ્વારા શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરવાની સંભાવના વિશે પૂછવામાં આવતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે આ એક એવો મામલો છે જે કાલ્પનિક મુદ્દાઓ પર આધારિત છે. તેમણે કહ્યું કે અમે પહેલા જ કહી ચુક્યા છીએ કે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન સુરક્ષાના કારણોસર બહુ ઓછા સમયમાં ભારત આવ્યા હતા.

શેખ હસીનાએ 5 ઓગસ્ટ, 2024 ના રોજ તેમની સરકાર સામે વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળના વિરોધ પ્રદર્શનો પછી પદ છોડ્યું અને ભારત પરત ફર્યા. હાલમાં તે સુરક્ષિત જગ્યાએ છે, જોકે ભારતીય સત્તાવાળાઓએ તેના ઠેકાણા વિશે કોઈ માહિતી આપી નથી. બાંગ્લાદેશમાં ઘણા વિરોધ પક્ષોએ મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર પાસેથી શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી છે.

અનેક પ્રોજેક્ટ પ્રભાવિત થયા હતા

રણધીર જયસ્વાલે કહ્યું કે બાંગ્લાદેશમાં ઉથલપાથલને કારણે દ્વિપક્ષીય પ્રોજેક્ટ પ્રભાવિત થયા છે. તેમણે કહ્યું, “એકવાર બાંગ્લાદેશમાં સ્થિતિ સ્થિર થઈ જાય અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત થઈ જાય, અમે ત્યાંની વચગાળાની સરકાર સાથે વાત કરીશું અને જોઈશું કે તે પ્રોજેક્ટ્સ પર આગળ કેવી રીતે કામ કરી શકાય.”

તખ્તાપલટ પછી બાંગ્લાદેશના વડા પ્રધાન રહેલા શેખ હસીના ભારત ભાગી ગયા હતા, પરંતુ હવે અહીંથી બીજે ક્યાંય જવું તેમના માટે ખૂબ મુશ્કેલ છે. નવી વચગાળાની સરકારે શેખ હસીના સામે હત્યા, નરસંહાર અને અપહરણના 30 થી વધુ કેસ નોંધ્યા છે. જેમાં હત્યાના 26, નરસંહારના 4 અને અપહરણના એક કેસ છે.

આ પણ વાંચો: Paralympic 2024 : ભારતને ચોથો મેડલ મળ્યો, પેરા પિસ્તોલ શૂટર મનીષ નરવાલે સિલ્વર મેડલ જીત્યું

Read More

Trending Video