Social Media માં જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરી રહેલા યુવાનોના એકાઉન્ટ કેમ સસ્પેન્ડ થવા લાગ્યા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ના નિયમોના ભંગ માટે આ કાર્યવાહી થઈ હોવાનું X દ્વારા જણાવાયું

October 24, 2023

રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયક યોજના અંતર્ગત કરાર આધારિત શિક્ષકોની ભરતીના નિર્ણયનો વ્યાપકપણ વિરોધ થઈ રહ્યો છે. ઉમેદવારો વિવિધ રીતે પોતાનો વિરોધ નોંધાવી રહ્યાં છે. મુખ્ય પ્રવાહના સમાચારોની સાથે સાથે યુવાનો સોશિયલ મીડિયામાં પણ પોતાનો વિરોધ નોંધાવી રહ્યાં છે.

સોશિયલ મીડિયામાં મુહીમ

યુવા અધિકાર યાત્રા પૂર્ણ થયા બાદ TET-TAT પાસ ઉમેદવારો #We_Want_Permanent_Teacher અને #Boycott_Gyan_Sahayak સાથે આ યોજનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી રહ્યાં છે.

કોણે એકાઉન્ટ સસ્પેન્ડ કરાવ્યા?

ઉમેદવારોના આ વિરોધ વચ્ચે જાણે સોશિયલ મીડિયામાં કોઈ દિવ્ય શક્તિ જાગ્રત થઈ હોય તેમ સોશિયલ મીડિયામાં જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરનારા ઉમેદવારોના એકાઉન્ટ સસ્પેન્ડ થઈ રહ્યાં છે. શું આની પાછળ કોઈ મોટું IT Cell લાગેલું છે તેવા ઉમેદવારો સવાલ કરી રહ્યાં છે.

વિરોધ કરનારાના એકાઉન્ટ સસ્પેન્ડ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અમને માહિતી મળી છે તે અનુસાર આશરે 15 યુવાનોના એકાઉન્ટ સસ્પેન્ડ થયાં છે જેમણે આ યોજનાના વિરોધમાં અને યુવરાજસિંહના સમર્થનમાં પોસ્ટ કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ના નિયમોના ભંગ માટે આ કાર્યવાહી થઈ હોવાનું X દ્વારા જણાવાયું છે. જે લોકોના એકાઉન્ટ સસ્પેન્ડ થયા છે તેઓ કોઈ પોસ્ટ કરી શકશે નહી.

નિર્ભય વિચાર

જ્ઞાન સહાયકના જે ઉમેદવારોનું એકાઉન્ટ સસ્પેન્ડ થયું છે તેમને ચિંતા કરવાની જરૂર નથી કદાચ સીધી રીતે નહી તો આડકતરી રીતે તમારા આંદોલનની નોંધ લેવાઈ છે. સોશિયલ મીડિયામાં તમારી મુહીમથી સરકાર ડરી છે તેનો આ પુરાવો છે.

Read More

Trending Video