BOLLYWOOD:શ્રેયસ તલપડે ને શા માટે કેહવુ પડ્યું,’મે જિંદા હુ’

August 20, 2024

BOLLYWOOD: શ્રેયસે ( SHREYAS TALPADE ) ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરીને માહિતી આપી કે તે જીવિત છે. તેમના મૃત્યુના સમાચારો ખોટા છે.

શ્રેયસ એકદમ ઠીક છે

તેની પોસ્ટમાં, અભિનેતાએ લખ્યું- હું દરેકને ખાતરી આપવા માંગુ છું કે હું જીવંત, ખુશ અને સ્વસ્થ છું. મને મૃત હોવાનો દાવો કરતી એક પોસ્ટ મળી. હું જાણું છું કે મજાકનું સ્થાન છે, પરંતુ જ્યારે તેનો દુરુપયોગ થાય છે ત્યારે તે ખરેખર નુકસાનકારક બની શકે છે. કોઈએ મજાક તરીકે આની શરૂઆત કરી હશે, પરંતુ હવે તે બિનજરૂરી મુશ્કેલી ઊભી કરી રહી છે. આ લોકો, ખાસ કરીને મારા પરિવારની લાગણીઓ સાથે રમી રહ્યા છે, જેઓ મારી કાળજી રાખે છે. એમની લાગણીઓ સાથે ખિલવાડ કરી રહ્યા છે.

શ્રેયસે ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરીને માહિતી આપી કે તે જીવિત છે.
શ્રેયસે ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરીને માહિતી આપી કે તે જીવિત છે.

મારી નાની પુત્રી, જે દરરોજ શાળાએ જાય છે, તે પહેલેથી જ મારા સ્વાસ્થ્ય વિશે ચિંતિત છે, તે મને પ્રશ્નો પૂછતી રહે છે. મારા સ્વાસ્થ્ય અંગે ખાતરી માટે પૂછે છે. આ ખોટા સમાચારે તેનો ડર વધુ વધાર્યો છે. તેણીએ તેના શાળાના શિક્ષકો અને મિત્રો પાસેથી વધુ પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું છે. જે લોકો મારા મૃત્યુના સમાચારનો પ્રચાર કરી રહ્યા છે, હું તેમને રોકવા માટે કહીશ. ઘણા લોકોએ મારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. આ રમૂજ તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. રમૂજ મારા પરિવાર અને શુભેચ્છકોને પરેશાન કરવા વાળી છે.

બીજાની લાગણીઓને ઠેસ પહોંચાડીને લાઈક્સ અને વ્યુ એકત્રિત કરવા યોગ્ય નથી.: SHREYAS TALPADE
બીજાની લાગણીઓને ઠેસ પહોંચાડીને લાઈક્સ અને વ્યુ એકત્રિત કરવા યોગ્ય નથી.: SHREYAS TALPADE

જ્યારે તમે આવા ખોટા સમાચાર ફેલાવો છો, ત્યારે તમે જે વ્યક્તિને ટાર્ગેટ કરવા માંગો છો તેના પર તેની અસર નથી થતી, પરંતુ તેના પરિવારના સભ્યો અને ખાસ કરીને નાના બાળકોને અસર થાય છે. અજ્ઞાન બાળકો આ પરિસ્થિતિને સમજી શકતા નથી, તેઓ ખૂબ જ ભાવુક બની જાય છે.
આ સમયગાળા દરમિયાન, જેમણે મારા સમાચાર લીધા હતા તેમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. તમારો પ્રેમ મારા માટે મહત્વનો છે. મારી ટ્રોલ્સને એક સરળ વિનંતી છે – કૃપા કરીને રોકો. કોઈની સાથે આવી મજાક ના કરો. હું ઈચ્છતો નથી કે તમારી સાથે આવું કંઈ થાય, તેથી સંવેદનશીલ બનો. બીજાની લાગણીઓને ઠેસ પહોંચાડીને લાઈક્સ અને વ્યુ એકત્રિત કરવા યોગ્ય નથી.

#શ્રેયસે ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરીને માહિતી આપી કે તે જીવિત છે

તમને જણાવી દઈએ કે, શ્રેયસ (SHREYAS TALPADE)ને ગયા વર્ષે હાર્ટ એટેક આવ્યો હતો. તે દરમિયાન તે ‘વેલકમ ટુ ધ જંગલ'(Welcome To The Jungle)  ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. અચાનક તેને થાક અને બેચેની લાગવા લાગી. હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ખબર પડી કે તેમને હાર્ટ એટેક( HEART ATTACK) આવ્યો છે. ડોક્ટરોએ તેની એન્જિયોપ્લાસ્ટી (angioplasty) કરી. શ્રેયસે કહ્યું હતું કે હાર્ટ એટેક બાદ તેનો નવો જન્મ થયો હતો.

આ પણ વાંચો :

C K RAVICHANDRAN DEATH : કોંગ્રેસ નેતા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા,ને કેમેરા સામે થયું મોત

aamir khan : શું આમિર ખાન બોલિવૂડ છોડશે?

Read More

Trending Video