Lawrence Bishnoi : દેશના અત્યારે સૌથી મોટા ગેંગસ્ટર તરીકે જાણીતા લોરેન્સ બિશ્નોઇ (lawrence bishnoi) હાલ અમદાવાદની (Ahmedabad) સાબરમતી જેલમાં (sabarmati jail) બંધ છે. પરંતુ તે જેલમાં રહીને પણ પોતાની ગેંગ ચલાવી રહ્યો છે તેમ કહેવામાં આવી રહ્યુ છે. બિશ્નોઈ ગેંગે તાજેતરમાં જ મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની (Baba Siddiqui) હત્યાની જવાબદારી લીધી હતી. જેથી હવે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ખૌફ સમગ્ર દેશમાં ફેલાયેલો છે ત્યારે આ બધાની વચ્ચે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ પર એક કરોડના ઈનામથી ખળભળાટ મચી ગયો છે. આ ઈનામની જાહેરાત સરકાર કે પોલીસ દ્વારા કરવામાં આવી નથી.પરંતુ ક્ષત્રિય કરણી સેના દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ક્ષત્રિય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે (raj shekhawat) જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સના એન્કાઉન્ટર માટે આ મોટા ઈનામની જાહેરાત કરી છે.
લોરેન્સ બિશ્નોઈના એન્કાઉન્ટર પર એક કરોડનું ઈનામ!
લોરેન્સની ગેંગ દ્નારા રાજ શેખાવનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને આ માહિતી આપી હતી. જેમાં તેમણે સરકાર પર પ્રકાર કરતા કહ્યુ હતુ કે, દેશમાં આવા ગેંગ સ્ટરોને કેમ છાવરવામાં આવી રહ્યા છે ? છેલ્લા કેટલાક સમયથી મોટા નેતાઓની હત્યા થાય, સ્ટાર્સને ધમકી આપે અને છતાં પણ તેના સમક્ષ કંઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. અમારા રાષ્ટ્રીય કરણી સેના અધ્યક્ષ સુખદેવ ગોગામેડીની પણ હત્યા કરવામાં આવી હતી અને તેમાં પણ તેનો જ હાથ છે. છતાં પણ કોઈ જ તેના પર એક્શન લેવામાં આવતું નથી.આ પ્રકારના લોકો આતંકવાદીની શ્રેણીમાં આવે છે તો આતંકવાદીઓનું કેમ સરકાર એન્કાઉન્ટર કરતી નથી.આમ કહીને રાજ શેખાવતે સરકાર સમક્ષ લોરેન્સ બિશ્નોઇના એન્કાઉન્ટરની માંગ કરી હતી.ત્યારે હવે રાજ શેખાવતે લોરેન્સનું એકાઉન્ટર કરવા પર એક કરોડના ઈનામની જાહેરાત કરી છે.
जो पुलिसकर्मी आंतकवादी लॉरेंस बिश्नोई का एनकाउंटर करेगा उस पुलिसकर्मी को @RRKarniSena की तरफ से 1 करोड़ 11 लाख 11 हजार 111 रुपए नगद इनाम दिया जाएगा@IAMRAJSHEKHAWAT pic.twitter.com/QnTEwGAi9j
— Karni Sena (@RRKarniSena) October 21, 2024
રાજ શેખાવતનો વીડિયો થયો વાયરલ
ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતનું એક વીડિયો નિવેદન મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે જેમાં તેમણે લોરેન્સ બિશ્નોઈની હત્યા કરનાર કોઈપણ પોલીસ અધિકારીને 1,11,11,111 રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.
બાબા સિદ્દીકીની હત્યામાં લોરેન્સ બિશ્નોઈનું નામ આવ્યું હતું સામે
બાબા સિદ્દીકીને શનિવારે (12 ઓક્ટોબર) રાત્રે મુંબઈના બાંદ્રા વિસ્તારના ખેર નગરમાં તેમના ધારાસભ્ય પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર ત્રણ લોકોએ ગોળી મારી દીધી હતી. મુંબઈની એક કોર્ટે આ કેસમાં ધરપકડ કરાયેલા બે લોકોને 21 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. આ હત્યામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામેલ હોવાનું કહેવાય છે.
કરણી સેના લોરેન્સનું એન્કાઉન્ટર કેમ ઈચ્છે છે?
કરણી સેના અને લોરેન્સ વચ્ચે દુશ્મનાવટનું કારણ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના તત્કાલીન અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા છે. 5 ડિસેમ્બર 2023ના રોજ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરવામાં આવી હતી. ત્યારપછી લોરેન્સ બિશ્નોઈના ગોરખધંધાઓ ઘરમાં ઘૂસી ગયા અને ગોગામેડીને ગોળી મારી દીધી. આ હત્યાકાંડ પાછળ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ હોવાનું કહેવાય છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગોલ્ડી બ્રારે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ગોગામેડી તેના કામમાં દખલ કરી રહ્યો હતો. આવું ન કરવા માટે તેને બે-ત્રણ વાર ચેતવણી આપવામાં આવી હતી, તે પછી પણ તે રાજી ન થયો. જેના કારણે તેની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બાદથી કરણી સેનાની લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે દુશ્મની છે.