Delhiમાં કોણ બનશે સીએમ? આવતીકાલે ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં થઈ શકે છે જાહેરાત

February 16, 2025

Delhi: દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાને 8 દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી એ નક્કી નથી થયું કે ભારતીય જનતા પાર્ટીમાંથી કોણ બનશે દિલ્હીના મુખ્યમંત્રી? દરમિયાન સોમવારે મળનારી ધારાસભ્ય દળોની બેઠકમાં મુખ્યમંત્રીના નામને મંજૂરી આપવામાં આવશે તેવા સમાચાર સૂત્રો પાસેથી મળી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી બીજેપી ધારાસભ્ય દળની બેઠક દિલ્હી બીજેપીના રાજ્ય મુખ્યાલયમાં યોજાશે. આ બેઠક 17 ફેબ્રુઆરી એટલે કે સોમવારે બપોરે 3 વાગ્યાની આસપાસ યોજાશે. દિલ્હીની ચૂંટણીમાં જીતેલા ભાજપના ધારાસભ્યો આ બેઠકમાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરશે. આ અંગે નિરીક્ષકોની યાદી રવિવાર સાંજ સુધીમાં આવી જશે.

બીજેપી વિધાયક દળની બેઠકમાં સીએમની પસંદગી કરવામાં આવશે

વિધાયક દળની બેઠકમાં ચૂંટાયેલા નેતાઓને જ દિલ્હીની કમાન સોંપવામાં આવશે. એટલે કે માત્ર વિધાયક દળના નેતા જ દિલ્હીના સીએમ બનશે. સૂત્રોને ટાંકીને સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે શપથ ગ્રહણ સમારોહ 18 ફેબ્રુઆરીએ દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાશે. જો કે શપથ ગ્રહણ સમારોહ બહુ મોટો અને ભવ્ય નહીં હોય.

આ પણ વાંચો: પ્લેટફોર્મ બદલવાને કારણે મચી નાસભાગ… નવી Delhi રેલ્વે સ્ટેશન પર અકસ્માતનો પ્રારંભિક તપાસ અહેવાલ

આવતીકાલે નક્કી થશે કે દિલ્હીના સીએમ કોણ બનશે

દિલ્હી સીએમની રેસમાં પરવેશ વર્મા સૌથી આગળ છે. હવે જોવાનું એ રહેશે કે વિધાનસભ્ય દળની બેઠકમાં પરવેશ વર્માની પસંદગી થશે કે પછી અન્ય કોઈ આશ્ચર્યજનક નામ સામે આવશે. આ બધું સોમવારે નક્કી થશે. તમને જણાવી દઈએ કે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને ચૂંટણીના પરિણામો 8 ફેબ્રુઆરીએ આવ્યા હતા.

Read More

Trending Video