બાબા સિદ્દીકીને મારવાની ઓફર કોણે કરી, કયા શહેરમાં કરવામાં આવ્યું હતું પ્લાન? પોલીસ તપાસમાં અત્યાર સુધી શુ બહાર આવ્યું ?

October 15, 2024

Baba Siddiqui Murder Case: મુંબઈમાં (Mumbai) એનસીપી નેતા (NCP leader) બાબા સિદ્દીકીની (Baba Siddiqui) હત્યાથી બધા ચોંકી ગયા છે. પોલીસ આ કેસમાં સતત કાર્યવાહી કરી રહી છે અને અનેક આરોપીઓની ધરપકડ પણ કરી છે. આરોપીની પૂછપરછ બાદ પોલીસે બાબા સિદ્દીકીની હત્યાના મામલામાં ઘણા મહત્વના ખુલાસા કર્યા છે. આ ગુનામાં ભાઈઓ પ્રવીણ લોંકર અને શુભમ લોંકર સંડોવાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે. આ કિસ્સામાં, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પાસેથી સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટની માહિતી માંગવામાં આવી છે.

3 આરોપીઓની ધરપકડ

પોલીસના જણાવ્યા અનુસાર, દરેક આરોપીને તેના કામ વિશે જ કહેવામાં આવ્યું હતું. આ કેસમાં અત્યાર સુધીમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 3 આરોપીઓ ફરાર છે જેમાં શુભમ લોંકર, જીશાન અખ્તર અને શિવકુમાર છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ગુનામાં ભાઈઓ પ્રવીણ લોંકર અને શુભમ લોંકર સંડોવાયેલા છે.

હથિયારોની મદદ કોણે આપી?

પોલીસના જણાવ્યા અનુસાર, શુભમ અને પ્રવીણ કોઓર્ડિનેશન, ફાઇનાન્સ અને લોજિસ્ટિક્સ (હથિયારો)માં મદદ કરતા હતા. શુભમ છેલ્લા એક મહિનાથી ફરાર છે. શુભમ અને પ્રવીણને સૂચના કોણ આપતું હતું? પોલીસ તેની તપાસ કરી રહી છે. પોલીસે આરોપીઓ પાસેથી 4 ફોન કબજે કર્યા છે.

કોણે મારવાની ઓફર કરી?

આરોપીએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે પ્રવીણ અને શુભમ જ આ ઓફર લઈને આવ્યા હતા. પુણેમાં તેમની ઘણી વખત બેઠકો થઈ હતી. તેમને કહેવામાં આવ્યું હતું કે કામ પૂર્ણ થયા બાદ મોટી રકમ આપવામાં આવશે. શિવકુમાર આ બાબતમાં ઘણું જાણે છે.

જીશાન અને બાબા સિદ્દીકીને મારવા માટે સોપારી

મુંબઈ પોલીસે બાબા સિદ્દીકી હત્યા કેસને લઈને મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. પોલીસે કહ્યું છે કે ઘટનાના થોડા દિવસો પહેલા બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકીને ધમકી મળી હતી. હત્યાના આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે ઝીશાન સિદ્દીકી અને બાબા સિદ્દીકી બંને તેમના નિશાના પર હતા. આરોપીઓને જે પણ મળે તેના પર ગોળીબાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ઝીશાન સિદ્દીકી પણ આરોપીઓના નિશાના પર હતો. આરોપીઓને જીશાન અને બાબા સિદ્દીકીને મારવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

આરોપીનો કોર્ટમાં સગીર હોવાનો દાવો

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે રવિવારે સાંજે બંનેને ફોર્ટ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં ધરમરાજ કશ્યપે કોર્ટમાં દાવો કર્યો હતો કે તે સગીર છે. મેજિસ્ટ્રેટ કોર્ટે ગુરમેલને 21 ઓક્ટોબર સુધી 7 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલ્યો, જ્યારે તેણે ધર્મરાજની વાસ્તવિક ઉંમર જાણવા માટે બોન ઓસિફિકેશન ટેસ્ટને મંજૂરી આપી. આ ટેસ્ટમાં એ વાતની પુષ્ટિ થઈ હતી કે આરોપી ધરમરાજ સગીર નથી પરંતુ પુખ્ત છે.

લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટરોએ સિદ્દીકીની હત્યા કેવી રીતે કરી ?

બાબા સિદ્દીકી પર ફાયરિંગ દરમિયાન એક દરજીને પણ પગમાં ગોળી વાગી હતી. જેની સારવાર મુંબઈની બાંદ્રાની ભાભા હોસ્પિટલમાં ચાલી રહી છે. હવે તે દરજીએ પોતે જણાવ્યું છે કે તે દિવસે રાત્રે 5 મિનિટમાં શું થયું હતું અને લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટરોએ સિદ્દીકીની હત્યા કેવી રીતે કરી હતી. 22 વર્ષની કનોજિયાએ જણાવ્યું કે ઘટનાના દિવસે દશેરા હોવાથી તેને સાંજે 5 વાગ્યે રજા આપવામાં આવી હતી. જે બાદ તેઓ મા દુર્ગાના દર્શન કરવા આવ્યા હતા. દર્શન કર્યા બાદ તેઓ જ્યુસ પીને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે નાસભાગ મચી ગઈ હતી. દશેરા હોવાથી ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા. ત્યારે રાજને લાગ્યું કે તેના પગ પર પણ ફટાકડા વાગી ગયા છે.રાજે તેના પગ તરફ જોયું તો તેમાંથી લોહી નીકળી રહ્યું હતું. ત્યાં હાજર લોકો તરત જ રાજને મંદિરની અંદર લઈ ગયા. જે બાદ પોલીસની મદદથી રાજને સારવાર માટે નજીકની ભાભા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેને પગમાં ગોળી વાગી હોવાનું જાણવા મળ્યું હતું. બાબા સિદ્દીકી પર ફાયરિંગ વિશે પણ જાણવા મળ્યું, હાલમાં રાજના પગની સર્જરી કરવામાં આવી છે. રાજ ખતરાની બહાર છે.

આ  પણ વાંચો : Kheda: નડિયાદના વસોમાં આધેડે ચાર બાળકીઓને પોતાની હવસનો શિકાર બનાવી, પોલીસે કર્યા મોટા ખુલાસા

Read More

Trending Video