રતન ટાટાની સાથે પડછાયાની જેમ રહેનાર શાંતનુ નાયડુ કોણ છે? કેવી રીતે 31 વર્ષનો છોકરો બન્યો રતન ટાટાનો બેસ્ટ ફ્રેન્ડ!

October 11, 2024

Ratan Tata and Shantanu Naidu : ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાએ (Ratan Tata) 9 ઓક્ટોબરે દુનિયાને અલવિદા કહ્યું. રતન ટાટાના નિધન પર દેશભરમાં શોકની લહેર છવાઈ ગઈ હતી. 10 ઓક્ટોબરે રતન ટાટા પંચતત્ત્વમાં વિલીન થયા. ટાટાના અંતિમ દર્શને માત્ર ઈન્ડસ્ટ્રીના મોટા ચહેરાઓ જ નહીં પરંતુ બૉલીવુડ અને રાજકારણના દરેક ક્ષેત્રના લોકો પણ રતન ટાટાના અંતિમ દર્શને આવ્યા હતા જે રતન ટાટાની અંતિમયાત્રામાં સૌથી આગળ જોવા મળ્યા હતા. આ 31 વર્ષના છોકરાનું નામ શાંતનુ નાયડુ ( Shantanu Naidu) છે જે રતન ટાટાના સૌથી વિશ્વાસુ વ્યક્તિ હતા. રતન ટાટા સાથે હંમેશા પડછાયાની જેમ રહેતા શાંતનુ અને ટાટા વચ્ચેની મિત્રતાની વાર્તા ખૂબ જ રસપ્રદ છે.

રતન ટાટાના નિધન પર શાંતનુંએ કરી હતી ભાવુક પોસ્ટ

શાંતનુ અને રતન ટાટાની ઉંમર અડધાથી વધુ હતી પરંતુ તેમ છતાં બંને ખૂબ સારા મિત્રો હતા. શાંતનુ મોટાભાગનો સમય રતન ટાટા સાથે વિતાવતો અને ઘણીવાર સાથે ડિનર પર જતો. રતન ટાટાના નિધન પર શાંતનુએ લિંક્ડઇન પર એક પોસ્ટ પણ શેર કરી, જેને વાંચીને દરેકની આંખોમાં આંસુ આવી ગયા. શાંતનુ નાયડુએ લિંક્ડઇન પર લખ્યું છે કે “આ મિત્રતાએ મારી અંદર જે ખાલીપો છોડી દીધો છે તેને ભરવા માટે હું આખી જીંદગી વિતાવીશ.

આ બંને વચ્ચે મિત્રતા ક્યારે બંધાઈ?

10 વર્ષ પહેલા 2014માં શાંતનુ નાયડુ રતન ટાટાને મળ્યા હતા. શાંતનુએ કૂતરાઓ માટે ગ્લો-ઇન-ધ ડાર્ક કોલર ડિઝાઇન કરવાનું શરૂ કર્યું,  તેમણે  રખડતા કૂતરાઓ માટે પ્રતિબિંબીત કોલર બનાવ્યા હતા, જેથી તેઓ અંધારામાં  ડ્રાઇવરો તેમને સરળતાથી ઓળખી શકે અને અકસ્માતો ટાળી શકે.

એક પત્રે શાંતનુનું જીવન બદલી નાખ્યું

તેમના વિશ્વાસને આગળ વધારવા માટે શાંતનુએ રતન ટાટાને પત્ર લખીને મદદની વિનંતી કરી. શાંતનુનો પત્ર મળ્યા પછી, રતન ટાટાએ શાંતનુને 2 મહિનાની અંદર પોતાની પાસે બોલાવ્યા.રતન ટાટા પરોપકારી નીતિઓ ધરાવતા વ્યક્તિ હતા અને તેમને પ્રાણીઓની સેવા કરવી પસંદ હતી. આ જ કારણ હતું કે તેણે શાંતનુ સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને ધીરે ધીરે બંને વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ.શાંતનુએ ગુડ ફેલોઝ નામનું એક સ્ટાર્ટઅપ પણ શરૂ કર્યું, જે વૃદ્ધોને યુવા સાથીઓ સાથે જોડે છે. શાંતનુ અને રતન ટાટા વચ્ચેની મિત્રતા સમયની સાથે વધતી ગઈ અને શાંતનુ હંમેશા રતન ટાટા સાથે જોવા મળતા હતા. રતન ટાટાના ગયા પછી શાંતનુ તૂટી ગયો.

જાણો કોણ છે શાંતનું નાયડુ ?

તમને જણાવી દઈએ કે શાંતનુ નાયડુએ કોર્નેલ યુનિવર્સિટીમાંથી MBA નો અભ્યાસ કર્યો છે. આ પછી તેઓ ટાટા ટ્રસ્ટમાં ચેરમેનની ઓફિસમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે જોડાયા. શાંતનુ નાયડુ રતન ટાટાની ઓફિસમાં જનરલ મેનેજર તરીકે કામ કરે છે. તેઓ રતન ટાટાને નવા સ્ટાર્ટઅપ્સમાં રોકાણ અંગે સલાહ પણ આપતા હતા. શાંતનુને એન્જિનિયર, સોશિયલ મીડિયા પ્રભાવક, ઉદ્યોગસાહસિક અને લેખક તરીકે પણ ઓળખવામાં આવે છે.

કોર્નેલ યુનિવર્સિટીમાંથી MBA કરેલ શાંતનુ નાયડુ ટાટા ગ્રુપમાં કામ કરનાર તેમના પરિવારની પાંચમી પેઢી છે. 2016 માં, શાંતનુ નાયડુ એમબીએ કરવા માટે અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટી ગયા. જ્યારે તેમણે તેમની ડિગ્રી પૂર્ણ કરી અને 2018 માં પાછા આવ્યા, ત્યારે તેઓ ચેરમેનની ઓફિસમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે ટાટા ટ્રસ્ટ્સમાં જોડાયા. શાંતનુ સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવા માટે રતન ટાટાને બિઝનેસ ટિપ્સ આપતા હતા. શાંતનુ નાયડુએ બિઝનેસ ઈન્ડસ્ટ્રીમાં એક એવું સ્થાન હાંસલ કર્યું છે જે ઘણા લોકો માટે હંમેશા સપનું હોય છે.

આ પણ વાંચો :  Vadodara : ભાયલી દુષ્કર્મની ઘટનાના આરોપી મુન્ના બંજારાના ઘરનું પાણી,ડ્રેનેજ અને વિજ કનેક્શન કપાયું

Read More

Trending Video