whatsapp:ફોન નંબર વગર વોટ્સએપમાં થશે ચેટિંગ

August 21, 2024

whatsapp: વોટ્સએપ અપડેટ્સ અને ફીચર્સ વિશે માહિતી આપતી બ્લોગ સાઇટ WABetaInfoએ કહ્યું છે કે ટૂંક સમયમાં જ મેસેજિંગ એપમાં યુઝરનેમ અને પિન ફીચર ઉપલબ્ધ થશે. આ ફીચરની મદદથી યુઝર્સ અન્ય વ્યક્તિ સાથે તેમનો કોન્ટેક્ટ નંબર શેર કર્યા વગર ચેટિંગ શરૂ કરી શકશે. ચાલો જાણીએ કે નવું ફીચર કેવી રીતે કામ કરશે.

યુઝરનેમ ફીચર આ રીતે કામ કરશે

એન્ડ્રોઇડ વર્ઝન 2.24.18.2 માટે વોટ્સએપ(whatsapp) બીટામાં નવા સિક્યોરિટી ફીચર્સ યુઝરનેમ અને પિન વિશે જાણકારી મળી છે. નવું યુઝરનેમ ફીચર બિલકુલ Instagram યુઝરનેમ જેવું જ કામ કરશે. એટલે કે વોટ્સએપ યુઝર્સ પોતાનું યુનિક યુઝરનેમ બનાવી શકશે અને તેને અન્ય લોકો સાથે શેર કરીને ચેટિંગ શરૂ કરી શકશે. તેઓએ તેમનો નંબર શેર કરવો પડશે નહીં.

પિન દાખલ કર્યા પછી ચેટિંગ શરૂ થશે

નવા સિક્યોરિટી લેયર માટે યુઝર્સે 4-અંકનો પિન પણ બનાવવો પડશે. જ્યારે પણ કોઈ તમારા યુઝરનેમની મદદથી તમને મેસેજ મોકલવા માંગે છે અને ચેટિંગ શરૂ કરવા માંગે છે, ત્યારે તેણે આ 4 અંકનો પિન નાખવો પડશે. આ રીતે, જો કોઈ યુઝરનેમ લીક અથવા શેર કરવામાં આવે છે, તો ઘણા અજાણ્યા લોકોના સંદેશા આવવાનું ટેન્શન રહેશે નહીં.

જો બીજી વ્યક્તિ પાસે તમારો કોન્ટેક્ટ નંબર છે તો તેને યુઝરનેમ કે પિનની જરૂર નહીં પડે.

તમને જણાવી દઈએ કે, હાલમાં નવું ફીચર ડેવલપમેન્ટ મોડમાં છે અને આગામી થોડા અઠવાડિયામાં તેને સ્ટેબલ વર્ઝનનો ભાગ બનાવવામાં આવી શકે છે. પહેલા તેનું બીટા વર્ઝનમાં પરીક્ષણ કરવામાં આવશે અને બાદમાં દરેકને તેનો લાભ મળશે.

આ પણ વાંચો :

 

health : જાણો કયા કઠોળ ખાવાથી પેટમાં ગેસથી રાહત મળશે ?

JAMMU KASHMIR ELECTION: સામે આવ્યો કોંગ્રેસનો કાશ્મીર પ્લાન

Read More

Trending Video