Arjun Modhwadia Join BJP : ગુજરાત કોંગ્રેસ (Congress)ના દિગ્ગજ નેતા અને એક રાજકીય વગ ધરાવતા અર્જુન મોઢવાડિયાએ કેસરિયો (Arjun Modhwadia Join BJP) ધારણ કરી લીધો છે. એક સમયે ભાજપને ગાળો કાઢતા નેતાઓ આજે તેમની રાજકીય કારકિર્દી માટે પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયા છે. દિગ્ગજ નેતાઓના આ પ્રકારના નિર્ણયો કેટલે અંશે રાજનીતિના ચહેરાઓને અસર કરશે.
એક સમયે પોતાના ભાષણોમાં વડાપ્રધાન મોદીને ગધેડા સાથે સરખાવ્યા હતા. તેમને નિવેદન આપ્યું હતું કે, 56 ઇંચની છાતી ગધેડાની હોય માણસની નહિ..” તે બાદ અર્જુન મોઢવાડિયાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (CR Paatil) પર પણ આક્ષેપો કર્યા હતા કે તેમની સામે ગુનાઓ નોંધાયા છે જયારે આ વાતનો જવાબ આપતા સી.આર.પાટીલે તેમને ‘જુઠવાડિયા’ ગણાવ્યા હતા. એકબીજા પર આ પ્રકારના આક્ષેપો કર્યા બાદ પણ મોઢવાડીયા ભાજપમાં જોડાયા અને ભાજપ અધ્યક્ષે જ તેમને આવકાર્યા છે.
જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અર્જુન મોઢવાડિયાએ તેમના વક્તવ્યોમાં તેમના પર ખુબ ટિપ્પણીઓ કરી હતી. એક સમયે પીએમ મોદીની તુલના તેમને વાનર સાથે કરી હતી અને ત્યારબાદ ચૂંટણી પાંચમા તેમના વિરુદ્ધ ફરિયાદ પણ કરવામાં આવી હતી. વધુ એક ભાષણમાં તેઓએ વડાપ્રધાન મોદીને નાટકના કલાકાર ગણાવતા ભાજપ અને વડાપ્રધાન મોદી પર પ્રહારો કર્યા હતા.
અર્જુન મોઢવાડિયાની રાજકીય કારકિર્દી
ગુજરાતના રાજકારણના ટોચના નેતા અર્જુન મોઢવાડીયા 1997માં કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ પ્રથમ વખત વર્ષ 2002 પોરબંદર વિધાનસભા બેઠક પરથી ધારસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ અર્જુન મોઢવાડિયાને વર્ષ 2004થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ફરજ નિભાવવાની તક મળી હતી. તેઓ ફરી વર્ષ 2007માં પોરબંદર વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. આ દરમિયાન તેમની માર્ચ 2011 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ. આ જવાબદારીને તેમણે ડીસેમ્બર-2012 સુધી નિભાવી હતી.
અર્જુન મોઢવાડીયા જેવા દિગ્ગજ નેતા જયારે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાય ત્યારે પ્રશ્ન એવો ઉભો થાય કે જે વ્યક્તિ કોઈ પક્ષને આટલી હદ્દે વિરોધ કરી રહી હોય ત્યારે તેની એવી તે શું મજબૂરી હશે કે તેઓ ભાજપમાં (Arjun Modhwadia Join BJP) જોડાઈ ગયા. અને બીજો પ્રશ્ન એવો પણ છે કે ભાજપે કોંગ્રેસના આટલા મોટા નેતા જે તેમના સૌથી મોટા વિરોધી હતા તેમને આજે પક્ષમાં જોડવા પડ્યા. ભાજપે એવી તો શું લાલચ આપી અર્જુનભાઈને કે તેઓએ પક્ષ પલટો કરવો પડ્યો.
આ પણ વાંચો : Loksabha Election 2024 : કોંગ્રેસ નેતાના રાજીનામાની અફવાનો આવ્યો અંત, ગુલાબસિંહે કરી સ્પષ્ટતા