Rahul Gandhi : આવતીકાલે રાહુલ ગાંધીનો શું છે ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ ? સ્વાગત માટે ભગવાન શિવની છબી સાથેના ફોટા બેનર પર લાગ્યા

July 5, 2024

Rahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) આવતીકાલે એટલે કે 6 જુલાઈના એક દિવસના ગુજરાત પ્રવાસે (Gujarat Visit) આવવાના છે. તેઓ ગુજરાતમાં કોંગ્રેસ (Congress)ના કાર્યકર્તાઓને મળશે અને ખાસ સુરત તક્ષશિલા અગ્નિકાંડથી લઈને રાજકોટ અગ્નિકાંડ (Rajkot Fire Incident) સહિતના પીડિત પરિવારોને મળશે. ત્યારે તેઓ ક્યારે અમદાવાદ (Ahmedabad) આવશે અને શું રહેશે તેમનો સમગ્ર કાર્યક્રમ શું રહેશે તે જોઈએ…

રાહુલ ગાંધીનો શું છે સમગ્ર કાર્યક્રમ

1:00 વાગ્યે : અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં પોલીસ કસ્ટડીમાં INC નેતાઓ સાથે બેઠક

1:30 વાગ્યે : પીસીસી કાર્યાલય, કોંગ્રેસ ભવન, અમદાવાદ ખાતે કોંગ્રેસના કાર્યકરોને સંબોધન

2:00 વાગ્યે : પીસીસી કાર્યાલય, કોંગ્રેસ ભવન, અમદાવાદ ખાતે પોલીસ કસ્ટડીમાં INC નેતાઓના પરિવારજનો સાથે મુલાકાત

2:30 વાગ્યે : પીસીસી કાર્યાલય, કોંગ્રેસ ભવન, અમદાવાદ ખાતે રાજકોટ ગેમિંગ ઝોન દુર્ઘટના, મોરબી બ્રિજ તૂટી, વડોદરા (હરણી બોટ દુર્ઘટના) અને સુરત (તક્ષશિલા આગની ઘટના)ના પીડિતો સાથે બેઠક

રાહુલ ગાંધીના સ્વાગત માટે ભગવાન શિવ સાથેના ફોટા લાગ્યા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત પ્રવાસે છે. ત્યારે અમદાવાદમાં જોરશોરથી તેમના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આવતીકાલે રાહુલ ગાંધીના આગમનને લઇ કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધીના સ્વાગત માટે બેનરો લગાવવામાં આવ્યા છે. અમિત ચાવડાએ એક સૂચક પોસ્ટર લગાવ્યું અને તેમાં લખ્યું છે કે, “ગુજરાતની પાવન ધરા પર શિવ ભક્ત શ્રી રાહુલ ગાંધીજીનું હાર્દિક સ્વાગત”. સાથે જ રાજીવ ગાંધી ભવન પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સમગ્ર કોંગ્રેસ કર્યાલયને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. જેથી થોડા દિવસ પહેલા બનેલી પથ્થરમારા જેવી અનિચ્છનીય ઘટના બને નહિ.

Rahul Gandhi

આ પણ વાંચોHathras Stampede : હાથરસ અકસ્માત અંગે SITએ રિપોર્ટ સબમિટ કર્યો, કહ્યું, અધિકારીઓની બેદરકારી અને ગેરવહીવટના કારણે આ ઘટના બની

Read More