Gujarat University ની ભરતી રદ્દ, ઉમેદવારોની ફી મુદ્દે શું કહ્યું યુવરાજસિંહ જાડેજાએ ?

March 5, 2024

Gujarat University : રાજ્યમાં દર વર્ષે ઘણી સરકારી નોકરીની ભરતીઓ બહાર પડતી હોય છે. દર વર્ષે આ ભરતીઓ માટે હજારો યુવા નોકરી વાંચ્છુકો અરજીઓ કરતા હોય છે ત્યારે આવી જ એક ભરતી પરીક્ષાની આજે આપણે વાત કરવાની છે.

વાત જાણે એમ છે કે, ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) દ્વારા ઓક્ટોબર ૨૦૨૨માં ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ માટે ભરતી (Recruitment) જાહેર કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સીટી દ્વારા નોન ટીચિંગ સ્ટાફ માટે જુનિયર કલાર્ક (Junior Clerk)-વહિવટી અધિકારીઓની ભરતી અંતર્ગત પરીક્ષાની તારીખ જાહેર કરાયા બાદ અચાનક આ ભરતી મોકૂફ રાખવામાં આવી હતી. અને ત્યારબાદ હવે નવા યુનિવર્સિટી એક્ટ બાદ આ ભરતી રદ્દ કરી દેવામાં આવી છે.

પરંતુ વાત અહીં એ છે કે 600 રૂપિયાથી વધુની ઓનલાઈન અરજી ફી ભરનારા 8 હજારથી વધુ ઉમેદવારોને હજુ સુધી 50 લાખ રૂપિયા જેટલી ફી પરત કરાઈ નથી. જેને લઈને ઉમેદવારોમાં ભારે રોષ છે. આ જ મુદ્દે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પણ ટ્વીટ કર્યું છે અને ફી પરત કરવાની માગ કરી છે.

પણ અહીં એ પ્રશ્ન છે કે જયારે તમે સરકારી ભરતી રદ્દ કરો છો ત્યારે તમારે એ વાત પણ યાદ રાખવી પડે કે ઉમેદવારો જે ફી ભરે છે એ ફીનું શું થશે કે પછી ઉમેદવારો પાસેથી ફી ઉઘરાવવા માટે આ પ્રકારની ખોટી ભરતીઓ લાવવામાં આવે છે અને ઉમેદવારો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. ગુજરાત યુનિવર્સિટી તો હંમેશા કોઈને કોઈ કારણોસાર સતત વિવાદમાં રહેતી હોય છે. ત્યારે વધુ એક વિવાદ સામે આવતા શું સત્તાધીશો આની સામે પગલાં લેશે…અને વિદ્યાર્થીની અરજી બાદ તેમને જવાબ પણ આપવામાં આવતા નથી તો શું ત્યાં બેઠેલા જવાબદાર વ્યક્તિઓ ઉમેદવારોના રોષ પર પણ આંખ આડા કાન કરે છે.

આ પણ વાંચોArjun Modhwadia Join BJP : અર્જુન મોઢવાડિયાની એવી તે શું મજબૂરી હતી કે ભાજપમાં જોડાવું પડ્યું ?

Read More

Trending Video