ભારત જોડો ન્યાય યાત્રામાં રાહુલ ગાંધીએ ધારાસભ્યોને મળીને શું કહ્યું ?

March 9, 2024

Rahul Gandhi Bharat Jodo Nyay Yatra : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કાઢી રહ્યા છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે એટલે કે શનિવારે ત્રીજો દિવસ છે. ત્યારે આયાત્રા બોડેલીના અલીપુર સર્કલથી શરૂ થઈને નસવાડી થઈને નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી રહી છે. અહીં સ્વાગત અને કોર્નર બેઠક યોજાશે. ત્યાર બાદ ન્યાયયાત્રા રાજપીપળા પહોંચશે, જ્યાં સ્વાગત અને ભોજનનો પ્રોગ્રામ થશે ત્યારે જાણવા મળી રહ્યું છે યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી.

 રાહુલ ગાંધીએ  ધારાસભ્ય ગેનીબેન સાથે કરી મુલાકાત

મહતિવનું છે કે, ગઈ કાલે ગેનીબેન ઠાકોરએ લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્તચ કરી હતી આ સાથે તેમને કોંગ્રેસ હાઈકમાન્ડે પણ ફોન કરીને ચૂંટણીની તૈયારીઓ શરુ કરવા માટે કહ્યું હોવાનું કહેવામા આવી રહ્યુ છે. ત્યારે આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાયયાત્રા દરમિયાન ગેની બેન સાથે પણ મુલાકાત કરી હતી. રાહુલ ગાંધીએ લોકોસભા ચૂંટણીની તૈયારીઓને લઈને કોઈ ચર્ચા કરી હોવાનું કહેવામા આવી રહ્યુ છે.

આ ધારાસભ્યો સાથે કરી મુલાકાત

 જાણકારી મુજબ  રાહુલ ગાંધીએ ગુજરાતના ધારાસભ્યો સાથે મિટિંગ કરી. જેમાં 13 ધારાસભ્યો, શક્તિસિંહ ગોહિલ, અમીત ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવા મિટિંગમાં હાજર રહ્યાં. મિટિંગ પૂરી થતાં બોડેલીથી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. જે બાદ યાત્રાએ આગળ વધતા હવે નસવાડી તરફ પ્રયાણ કર્યું છે.

આજે  આ વિસ્તારમાં ફરશે ન્યાયયાત્રા

મહત્વનું છે કે, આજે યાત્રા ભરુચ અને છોટા ઉદેપુર જિલ્લામાં ફરશે. કોંગ્રેસની સાથે સાથે આપ નેતાઓ અને કાર્યકરો સાથે ચૈતર વસાવા પણ આ ન્યાય યાત્રામાં જોડાશે.  ચૈતર વસાવા ન્યાયયાત્રામાં નેત્રંગથી કાર્યકર્તાઓ સાથે યાત્રામાં જોડાશે.

 આ પણ વાંચો :  Loksabha Election 2024 : કોંગ્રેસની પ્રથમ 39 ઉમેદવારોની યાદી જાહેર, રાહુલ ગાંધી કેરળના વાયનાડથી લડશે ચૂંટણી

Read More

Trending Video