West Bengal Train Accident: કંચનજંગા એક્સપ્રેસ સાથે માલગાડી ભટકાઈ, અનેક લોકો ઘાયલ થયાની આશંકા

June 17, 2024

West Bengal Kanchanjunga Express Train Accident: પશ્ચિમ બંગાળના (West Bengal ) દાર્જીલિંગમાં (Darjeeling) મોટો ટ્રેન અકસ્માત (train accident) સર્જાયો છે. જેમાં કંચનજંગા એક્સપ્રેસ (Kanchenjunga Express) સાથે માલગાડી ભટકાઈ હતી જેના કારણે કંચનજંગા એક્સપ્રેસની અનેક બોગી પાટા પરથી ઉતરી ગઈ છે. દુર્ઘટનામાં કેટલાક યાત્રાળુના મોતની આશંકા પણ વ્યક્ત કરવામા આવી રહી છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે હાલ રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.  તેમજ જાનમાલના નુકસાનની ખબર મેળવાઈ રહી છે આ ઘટના મામલે પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ છે.

પશ્ચિમ બંગાળના દાર્જીલિંગમાં મોટો ટ્રેન અકસ્માત

પ્રાપ્ત જાણકારી મુજબ સોમવારે પશ્ચિમ બંગાળમાં એક મોટી ટ્રેન દુર્ઘટના  સર્જાઈ હતી.  અહીં મુસાફરોથી ભરેલી કંચનજંગા એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કંચનજંગા એક્સપ્રેસના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત સવારે 9.30 વાગ્યે થયો હતો. ટ્રેન નંબર 13174 કંચનજંગા એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી. આ પછી કંચનજંગા એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. જો કે આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.

CM મમતા બેનર્જીએ દુઃખ વ્યક્ત કર્યું

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું, દાર્જિલિંગ જિલ્લાના ફણસીવા વિસ્તારમાં હમણાં જ એક દુ:ખદ ટ્રેન દુર્ઘટનાના સમાચાર સાંભળીને મને આઘાત લાગ્યો છે. વધુ માહિતીની હજુ રાહ જોવાઈ રહી છે. કંચનજંગા એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી. ડીએમ, એસપી, ડોકટરો, એમ્બ્યુલન્સ અને ડિઝાસ્ટર ટીમને મદદ માટે સ્થળ પર મોકલવામાં આવી છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત ?

બંગાળના સિલીગુડીમાં સોમવારે કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત થયો હતો. ટ્રેન કોલકાતાના સિયાલદાહ સ્ટેશન જઈ રહી હતી અને સિલિગુડીના રંગપાની વિસ્તારમાં માલગાડીએ પાછળથી ટક્કર મારી હતી. જેના કારણે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી રહી છે.

આ પણ વાંચો :  Gujarat Rain : અમરેલીમાં મેઘરાજાએ ફરીથી ધબધબાટી બોલાવી, લીલીયાની બજારોમાં પાણી ભરાયા

Read More

Trending Video