અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે એક પોસ્ટ શેર કરીને હલચલ મચાવી દીધી છે. કંપનીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, 'ભારતમાં કંઈક મોટું થવાનું છે'
હિંડનબર્ગ રિસર્ચનું કામ શોર્ટ સેલિંગ કરીને પૈસા કમાવવાનું છે, તેણે અમેરિકાથી લઈને ભારત સુધીની કંપનીઓના અહેવાલો રજૂ કર્યા છે.
તેના માલિકનું નામ નાથન એન્ડરસન છે. નાથન એન્ડરસન નામના વ્યક્તિએ અમેરિકાની કનેક્ટિકટ યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ બિઝનેસમાં ગ્રેજ્યુએશન કર્યું છે.
તેમને એક ડેટા રિસર્ચ કંપનીમાં કામ કર્યું, જ્યાં તેમનું કામ પૈસાના રોકાણ સાથે સંબંધિત હતું. અહીંથી માર્કેટ રિસર્ચ કંપની શરૂ કરવાનો વિચાર આવ્યો.
જે બાદ વર્ષ 2017માં એન્ડરસને હિંડનબર્ગ નામની કંપની શરૂ કરી.
આ કંપનીનું મુખ્ય કામ શેર બજાર, ઇક્વિટી, ક્રેડિટ અને ડેરિવેટિવ્ઝ પર સંશોધન કરવાનું છે.
38 વર્ષીય એન્ડરસનની સત્તાવાર નેટવર્થ વિશે કોઈ માહિતી નથી, પરંતુ એક અંદાજ મુજબ, તેની પાસે $5 મિલિયનની સંપત્તિ છે.