મોરબી શહેરમાં લેડી ડોન તકીકે ઓળખાતી રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ ફરીથી ચર્ચામાં આવી છે.
તેને નોકરીએ રાખેલા દલિત યુવાનને પગાર ચુકવ્યા વગર જ છૂટો કર્યો તેમજ પગાર માંગતા તેને માર પણ માર્યો હતો.
વિભૂતિ પટેલે પોતાનું ચપ્પલ યુવાનને મોઢામાં મુકાવડાવીને માફી માંગતો વીડિયો ઉતાર્યો હતો.
સોશિયલ મીડિયામાં તેના અનેક આપતિજનક વીડિયો જોવા મળી રહ્યા છે.
તે સોશિયલ મીડિયામાં પોતાના ફોટા અને વીડિયો શેયર કરી રોફ જમાવતી જોવા મળે છે.
પોતાને રાણીબા તરીકે ઓળખાવતી વિભૂતિ પટેલ મોરબીમાં સિરામિક એક્સ્પોર્ટનો વ્યવસાય કરે છે.
વિભૂતિ મોરબીમાં રાણીબા ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને ફાઉન્ડર છે.
તેન સિરામિક ઉદ્યોગોમાં મહિલા ઉદ્યોગસાહસિક તરીકે પોતાનું નામ બનાવ્યું છે
જો કે હાલ તેને દલિત યુવાન સાથે કરેલા ખરાબ વતર્નને કારણે લોકો તેની ટીકા કરી રહ્યા છે.
ભારતીય સુંદરીઓને પણ પાછળ છોડી આ વિદેશી હસીનાઓ બોલિવુડ પર કરી રહી છે રાજ
Learn more