શરદ પૂનમના દિવસે થનારા ચંદ્રગ્રહણની તમારી રાશિ પર શુ પડશે અસર?

આગામી શનિવાર શરદ પૂર્ણિમાની રાત્રે ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ થવાનું છે.

આ ગ્રહણ મેષ રાશિને વિશેષ અસર કરી રહ્યું છે જે મિત્રો અશ્વિની નક્ષત્રમાં જન્મેલા છે તમને વધુ અસરકર્તા બનશે.

મિથુન રાશિના લોકો માટે ગ્રહણ એકંદરે લાભપ્રદ છે વડીલોની સલાહથી કાર્યમાં આગળ વધશો તો પ્રગતિ થશે 

કર્ક રાશિના જાતકોને લાગણીના સંબંધોમાં ઠેસ પહોંચતી જોવા મળે કાર્યક્ષેત્ર વિશેષ કાળજી લેવી પડે.

સિંહ રાશિના જાતકોના ભાગ્યોદયમાં રુકાવટ આવતી જોવા મળે,હાથમાં આવેલી તક સરકતી જણાય. 

કન્યા રાશિના જાતકોને ગ્રહણના લીધે આ સમયમાં અચાનક અનેક પરિવર્તન આવતા જોવા મળે.

તુલા રાશિના જાતકોને વૈવાહિક જીવનમાં વિશેષ કાળજી લેવી, ભાગીદારીમાં વ્યવસાય હોય તો તેમાં પણ તમારે કાળજી રાખવી પડશે.

વૃશ્ચિક રાશિના જાતકોને શારીરિક તકલીફોનો યોગ્ય ઈલાજ મળે, સ્વાસ્થ્ય બાબતે વધુ સાવચેત રહેવાની જરૂર પડશે.

ધન રાશિના જાતકોને લાગણીના સંબંધોમાં મતભેદ ના થાય તેની કાળજી લેવી. 

મકર રાશિના જાતકોને ઘર બાબતે ચિંતા રહે, જમીન મકાન વાહન બાબતે વિશેષ પ્રયત્ન કરવા પડે. 

કુંભ રાશિના જાતકોને ભાઈ ભાંડુ મિત્રો બાબતે ચિંતા રહે, મનમાં નેગેટિવ વિચાર આવ્યા કરે. 

મીન રાશિના જાતકોને વાણી બાબતે વિશેષ કાળજી લેવી પડશે. 

નવરાત્રીમાં કિંજલ દવેના આ લુકને લઈને કેમ થઈ રહી છે ચર્ચા ?