ભારતની સ્ટાર રેસલર  વિનેશ ફોગાટ પેરિસ 2024 ઓલિમ્પિકમાં મહિલાઓની  ફ્રી સ્ટાઇલ 50 કિગ્રા કુસ્તીની ફાઇનલમાં પહોંચી હતી

ફાઈનલ મેચ પહેલા સમાચાર સામે આવ્યા છે કે વિનેશ ફોગાટને ફાઈનલ મેચ માટે અયોગ્ય જાહેર કરવામાં આવી છે કારણ કે તેનું વજન 100 ગ્રામ 50 કિલોથી વધુ હોવાનું જાણવા મળ્યું છે

વિનેશ 50 કિગ્રા કેટેગરીમાં રમી રહી છે પરંતુ ફાઈનલ બાદ તેનું વજન કેટલાક ગ્રામ વધી ગયું હોવાનું જાણવા મળ્યું છે

2016 ઓલિમ્પિક માટે એશિયન ક્વોલિફાયર્સમાં વિનેશ ફોગાટ સાથે પણ આવું જ થયું હતું. 48 કિગ્રા કેટેગરીમાં, તે છેલ્લી ક્ષણે પાણીનું વજન ઓછું કરી શકી ન હતી

સેમી ફાઈનલ મેચ જીત્યા બાદ એવું કહેવાય છે કે વિનેશે પોતાના વજનને કાબૂમાં રાખવા માટે તમામ શક્ય પ્રયાસો કર્યા હતા. તેણે ઓછી કેલરીનો વપરાશ કરીને, કલાકો સુધી સૌના સ્નાન કરીને, સાયકલ ચલાવીને પોતાનું વજન 50 કિલોથી ઓછું જાળવી રાખ્યું હતું.

તેના શરીરમાંથી પાણીનું વજન ઓછું કરવા માટે, વિનેશે લાંબા સમય સુધી પાણી પીધું ન હતું, જેથી તેના શરીરમાં પાણી જળવાઈ ન રહે