ભારત પાકિસ્તાનની મેચ આવેલી અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો ફોન ખોવાયો છે.
મેચ દરમિયાન તેનો ચોવીસ કેરેટ રીયલ ગોલ્ડનો આઇ-ફોન ખોવાયો હોવાનુ ટ્વીટ કર્યું
ઉર્વશીએ ટ્વિટ કર્યું છે કે, અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મારો 24 કેરેટ રીયલ ગોલ્ડનો આઇ-ફોન ખોવાયો છે.
ટ્વીટમાં અમદાવાદ પોલીસને પણ ટેગ કરી જાણ કરી છે.
તેને વિનંતી કરી છે કે જો કોઈને તે મળે તો તેનો સંપર્ક કરે.
તેની આ પોસ્ટ પર કેટલાક લોકોએ કહ્યું કે, 'ક્યાંક પંત તો નથી લઈ ગયોને?'
જો કે તેનો ફોન ચોરાયો છે કે પછી ખોવાયો છે તે હજી સ્પષ્ટ થયું નથી.
સ્ટેડિયમમાં પહોંચતા પહેલા તેને પોતાની પાસેની ટિકિટ સાથે એક રીલ પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.
બોલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા તેની આગવી ઓળખ માટે ખુબ જાણીતી છે.
દીપિકા પાદુકોણે Singham Again થી પોતાનો પહેલો લુક કર્યો જાહેર, જુઓ તસ્વીરો