શાકનો સ્વાદ બમણો કરવા ખાસ કરીને ટામેટાનો ઉપયોગ કરો છો. ટામેટા ચોક્કસપણે ફાઈબર, કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન સી, પોટેશિયમ, વિટામિન K1 અને ફોલેટ પ્રદાન કરે છે.

પરંતુ ટામેટાના બીજ વિશે જાણો છો? જો કે આ સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી, પરંતુ ચોક્કસ સંજોગોમાં તે કેટલાક લોકો માટે સમસ્યા ઊભી કરી શકે છે.

જે લોકોને પહેલાથી જ કિડની સ્ટોનની સમસ્યા છે તેઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ ટામેટાના બીજથી દૂર રહે.

કેટલાક લોકોને ટમેટાના બીજથી એલર્જી થઈ શકે છે. જો કોઈને ટામેટાંથી એલર્જી હોય તો તેણે ટામેટાંના બીજ ન ખાવા જોઈએ.

ટામેટાંમાં સોલેનાઈન નામનું તત્વ હોય છે. પરંતુ જે લોકોને સંધિવા અથવા સાંધાનો દુખાવો હોય તેમણે ટામેટાંના બીજના સેવનથી દૂર રહેવું જોઈએ.