કિડની શરીરનું મહત્વનું અંગ છે.  કિડનીનું કાર્ય શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાનું અને શરીરને અનેક રોગોથી દૂર રાખવાનું છે. 

કિડનીમાંથી આ ગંદકી બહાર ન આવે તો કોલેસ્ટ્રોલ, ફેટી લીવર અને કિડનીમાં પથરી જેવી સમસ્યાઓ થઈ શકે છે. 

જો તમે ઈચ્છો છો કે તમારી કિડની હંમેશા સ્વસ્થ અને મજબૂત રહે તો આ  ફળો ખાવાનું શરૂ કરો.

સફરજનમાં પોટેશિયમ અને ફોસ્ફરસ પણ ઓછું હોય છે, તેથી તે કિડનીના સ્વાસ્થ્ય માટે હેલ્ધી માનવામાં આવે છે.

દાડમમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તે શરીરમાં બળતરા ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય તે બ્લડ પ્રેશરને સુધારી શકે છે.

ખાટા ફળમાં નારંગી, લીંબુ અને દ્રાક્ષ જેવા ખાટાં ફળો ખાવા સારા છે. આ વિટામિન સીનો સારો સ્ત્રોત છે. તે કિડનીની પથરીને રોકવામાં મદદ કરે છે.

પપૈયું કિડની-પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન સી, એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબર સારી માત્રામાં હોય છે. 

બેરીને કિડની માટે ખૂબ જ સારી માનવામાં આવે છે.  સ્ટ્રોબેરી અને બ્લેકબેરીમાં વિટામિન સી, મેંગેનીઝ, ફોલેટ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે.