ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ 2024 જીતીને આજે સ્વદેશ પરત ફરી છે. 

ફાઈનલ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા બાર્બાડોસમાં જ અટકી ગઈ હતી. 

તેમને  સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા ભારત પરત લાવવામાં આવી છે.  

ચેમ્પિયનનું  દેશમાં પરત ફરવા પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

ભારતીય ટીમ એરપોર્ટથી બસ દ્વારા હોટલ પહોંચી હતી.

ભારતીય ખેલાડીઓના આગમન બાદ હજારો ચાહકો તેમને આવકારવા એરપોર્ટ પર પહોંચ્યા હતા. 

રોહિત શર્મા સહિત ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ઢોલના તાલે ડાન્સ કર્યો હતો.

કેપ્ટન રોહિત શર્માએ દિલ્હીની ITC મૌર્ય હોટેલમાં કેક કાપીને ભારતની જીતની ઉજવણી કરી.