અભિનેત્રી સોનાક્ષી સિન્હા તેના પતિ ઝહીર ઈકબાલ સાથે તમામ તહેવારોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહી છે.
લગ્ન પછી પ્રથમ વખત તેણે ગણપતિ બાપ્પાનું તેમના ઘરે ખૂબ ધામધૂમથી સ્વાગત કર્યું.
આ દરમિયાન સોનાક્ષી નેવી બ્લુ કલરનો અનારકલી સૂટ પહેરેલી જોવા મળી હતી
આ અનારકલી સૂટમાં સોનાક્ષી ખૂબ જ સુંદર લાગી રહી હતી.
સોનાક્ષીએ ફેશન ડિઝાઈનર રિદ્ધિમા મેહરા દ્વારા ડિઝાઈન કરેલો ઈબ્તિદા અનારકલી સેટ પહેર્યો હતો
આ સૂટની કિંમત 2,38,800 રૂપિયા હોવાનું કહેવાય છે.