4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં 'પુષ્પા 2'નું સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અલ્લુ અર્જુન આ જોવા આવ્યો હતો. તેમના ફેવરિટ સ્ટારની એક ઝલક મેળવવા માટે અહીં હજારો ચાહકોની ભીડ ઉમટી પડી હતી.
અલ્લુને જોવા માટે ભીડ કાબૂ બહાર ગઈ અને થિયેટરની બહાર ભાગદોડ મચી ગઈ. આ નાસભાગમાં એક 35 વર્ષની મહિલાએ જીવ ગુમાવ્યો હતો. આ પછી, અભિનેતા અને થિયેટર સંચાલકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.