પ્રિયંકા-નિકનો કિસ વીડિયો વાયરલ

નિક જોનાસે પ્રિયંકા ચોપરા સાથેનો પોતાનો એક રોમેન્ટિક વીડિયો શેર કર્યો છે, જે તેમના લોસ એન્જલસના ઘરનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં નિક પ્રિયંકા તરફ જતો જોવા મળી રહ્યો છે. પહેલા પ્રિયંકા તેને લિપ કિસ કરે છે, આ પછી તે ચોંકી જાય છે અને પછી નિક પ્રિયંકાને કિસ કરે છે.

લીપ કીસ બાદ નિક આઘાતજનક અભિવ્યક્તિ આપે છે. પછી તે પ્રિયંકાને ફરીથી કિસ કરે છે. બંનેનો આ રોમેન્ટિક અંદાજ ચાહકોને પસંદ આવી રહ્યો છે.

નિક જોનાસનપં રિએક્શન જોઇ ચાહકો પણ પોતાને ફની કમેન્ટ્સ કરવાથી રોકી શક્યા નહીં. એકે લખ્યું, 'જીજુ ક્યારેય નિરાશ નથી કરતા.' અન્ય એકે લખ્યું, 'મને જલન થાય છે.' બીજા એકે લખ્યું, 'ભાઈને હજુ પણ પત્ની પર ક્રશ છે.'

'જણાવી દઇએ કે, પ્રિયંકા હાલમાં જ તેની નવી ફિલ્મ 'ધ બ્લફ'ના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયામાં હતી. ત્યારબાદ નિક જોનાસ પણ પુત્રી માલતી સાથે ત્યાં ગયો હતો. પરંતુ વર્ક કમિટમેન્ટ્સને કારણે નિકને અમેરિકા પરત ફરવું પડ્યું અને સાસુ મધુ ત્યાં ગઈ.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેમના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે.