વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતના જામનગર જિલ્લામાં સ્થિત પ્રાણી બચાવ, સંરક્ષણ અને પુનર્વસન કેન્દ્ર, વનતારાની મુલાકાત લીધી અને તેનું ઉદ્ઘાટન કર્યું.
પીએમ મોદીએ કેન્દ્રમાં વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરી અને ત્યાં પુનર્વસન કરાયેલા વિવિધ પ્રાણીઓ સાથે સમય વિતાવ્યો.
પીએમ મોદીએ હાથમાં ચાના કપ સાથે એક ફોટો શેર કર્યો છે, જેમાં પૃષ્ઠભૂમિમાં વાઘ પણ જોઈ શકાય છે. આના પર તેમણે કેપ્શનમાં લખ્યું છે, 'ચા પર અનોખી ચર્ચા'.
પીએમ મોદીએ સિંહ સાથેનો એક ફોટો પણ શેર કર્યો છે. આ તસવીરમાં પીએમ મોદી સિંહ સાથે જોવા મળે છે.
આ કેન્દ્રમાં હાથ ધરવામાં આવતા કેટલાક મુખ્ય સંરક્ષણ કાર્યોમાં એશિયાઈ સિંહ, બરફ ચિત્તો, એક શિંગડાવાળા ગેંડા વગેરેનો સમાવેશ થાય છે.
વનતારાના કેન્દ્રમાં બચાવેલા પ્રાણીઓને તેમના કુદરતી વાતાવરણમાં રાખવામાં આવે છે.
પીએમ મોદીએ ઓકાપીને થપથપાવી, ખુલ્લામાં ચિમ્પાન્ઝી સાથે વાતચીત કરી અને ઓરંગુટાન સાથે પ્રેમથી રમ્યા, જે અગાઉ ભીડભાડવાળી જગ્યાએ રહેતા હતા.