આજે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામા આવી છે.
ગુજરાતી ફિલ્મ '
કચ્છ એક્સપ્રેસ
' 70મા નેશનલ ફિલ્મ ઍવોર્ડ્સમાં બેસ્ટ ફીચર ફિલ્મ તરીકે જાહેર કરવામાં આવી છે
ફિલ્મની અભિનેત્રી માનસી પારેખ ગોહિલને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો છે.માનસી આ ફિલ્મની પ્રોડ્યુસર પણ છે.
માનસી પારેખનો ઉછેર મુંબઈના ગુજરાતી પરિવારમાં થયો છે અને તેના પિતા બિઝનેસમેન છે અને માતા ટ્યુશન ટીચર અને હોમમેકર છે.
માનસીએ મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી ઈંગ્લિશ લિટરેચરમાં B.A. કર્યું છે.
અભિનયની સાથે
માનસી ખુબ જ સારું ગાઈ પણ શકે છે. તેણે માત્ર 11 વર્ષની ઉંમરથી જ ગાવાનું ચાલુ કર્યું હતું.
માનસી પારેખે ગાયક પાર્થિવ ગોહિલ સાથે લગ્ન કર્યા છે. માનસી અને પાર્થિવની એક દીકરી પણ છે જેનું નામ નિર્વી છે.