કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023 ની શરૂઆત 5મી ડિસેમ્બરે થઈ હતી.

ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં સલમાન ખાન, મહેશ ભટ્ટ, અનિલ કપૂર, સોનાક્ષી સિંહા અને શત્રુઘ્ન સિંહા જેવા સ્ટાર્સે હાજરી આપી હતી. 

આ દરમિયાન સલમાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ડાન્સ કરતો જોવા મળ્યા હતા.

સલમાને મુખ્યમંત્રી મમતાને ડાન્સ કરવાની વિનંતી કરી હતી. 

પહેલા તો તે ના પાડે  છે પરંતુ પછી મહેશ ભટ્ટ તેને લઈ જાય છે. બધા સ્ટાર્સ એકસાથે ડાન્સ કરે છે.

સલમાન ખાન અને મમતા બેનર્જી એકસાથે ડાન્સ કરતા હોય તેનો વીડિયો સોશિયલ મીડિયામા ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

આ ફિલ્મ ફેસ્ટિવલના ઓપનિંગ સેરેમનીમાં સલમાન ખાન બ્લેક પેન્ટ સૂટ-બૂટ અને શર્ટ પહેરીને ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. 

ડાન્સ કરતી વખતે તેણે તેનું પ્રખ્યાત દબંગ ડાન્સ સ્ટેપ પણ કર્યું હતું. 

ઓરી અવત્રામાણી 1 રાતમાં 20-30 લાખ રૂપિયા કેવી રીતે કમાય છે?