વજન ઘટાડવા માટે લોકો રોજ અવનવા ઉપાયો કરતા રહે છે. તો કેટલાક હેલ્ધી સ્નેક્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું સેવન તમે તમારી ભૂખ સંતોષવા માટે સાંજે કરી શકો છો.

વજન ઓછું કરવા આ બધા નાસ્તા ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ પણ જો મર્યાદિત માત્રામાં ખાવામાં આવે તો તમારું વજન વધતું નથી. શું છે હેલ્ધી સ્નેક્સ?

શેકેલા ચણા આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. શેકેલા ચણામાં પ્રોટીન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. આ તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું અનુભવવામાં મદદ કરે છે.

તમારા આહારમાં મકાઈનો સમાવેશ કરી શકો છો. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કોર્ન ચાટ બનાવવી હોય તો તેમાં ટામેટા, ડુંગળી અને કાકડી નાખી શકો છો. જેમા પુષ્કળ પ્રમાણમાં ફાઈબર છે, જ્યારે તેમાં ચરબી પણ ખૂબ ઓછી હોય છે.

મખાના ચાટ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે, જ્યારે તેમાં પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર પણ મળે છે.

વેજિટેબલ સૂપનું સેવન કરવું સૌથી મજેદાર વિકલ્પ સાબિત થઈ શકે છે. તેમાં વિટામીન, મિનરલ્સ અને ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. વેજીટેબલ સૂપમાં બહુ ઓછી કેલરી હોય છે.