અનંત અંબાણી  અને રાધિકા મર્ચન્ટ  12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે.

અનંત-રાધિકાના લગ્ન સમારોહમાં અંબાણી પરિવારની મહિલાઓએ અલગ-અલગ પોશાક પહેર્યા હતા જેણે ફેશન જગતમાં દરેકનું ધ્યાન ખેંચ્યું હતું.

અંબાણી પરિવારની દીકરી ઈશા અંબાણીએ લગ્નની તમામ વિધિઓમાં પોતાના અનોખા લુકથી લાઈમલાઈટ ચોરી લીધી હતી

તેને અલગ અલગ સેરેમની  માટે ખુબ સુંદર ડિઝાઈન કરેલા ડ્રેસીઝ પહેર્યા હતા

અનંત અને રાધિકાની મહેંદી સેરેમનીમાંથી બહાર આવેલી તસવીરોમાં ઈશાએ તરુણ તાહિલિયાની દ્વારા ડિઝાઈન કરેલો લહેંગા-ચોલી પહેર્યો હતો.

તેના લુકમાં એક વસ્તુએ ખૂબ ધ્યાન આકર્ષિત કર્યું હતું તે હતી તેણીની જ્વેલરી હેર પિન જેમાં એક છોકરી ડાન્સ કરતી જોવા મળી હતી

 રૂબી અને હીરાથી જડેલા ચેઈન નેકલેસ, મેચિંગ મૂન બેંગલ્સ અને લાલ દંતવલ્ક સાથે સોનાની બંગડી સાથે તેનો દેખાવ પૂર્ણ કર્યો. આ ઉપરાંત આ હેરપિન રાધિકાના લુકને રોયલ લુક આપી રહી હતી.