આજકાલ બજારમાં ખાવા-પીવાની વસ્તુઓથી લઈને પહેરવા સુધીની દરેક વસ્તુમાં ભેળસેળ જોવા મળે છે. 

આવી સ્થિતિમાં અનેક જગ્યાએ નકલી પનીર બનાવવાનું કામ ચાલી રહ્યું છે.

નકલી પનીરને તપાસવું અને યોગ્ય પનીર ખરીદવું મહત્વપૂર્ણ છે. આજે તમને જણાવીશું કે તમે નકલી પનીર કેવી રીતે ઓળખી શકો છો.

બગડેલું દૂધ, લોટ, ડિટર્જન્ટ પાવડર, પામોલીન તેલ, ગ્લિસરોલ મોનોસ્ટેરેટ પાવડર અને સલ્ફ્યુરિક એસિડ જેવા રસાયણોને ભેળવીને નકલી પનીર બનાવવામાં આવે છે.

જે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. આને ટાળવા માટે, વાસ્તવિક પનીરની ઓળખ કરવી જરૂરી છે.

પનીરની શુદ્ધતા ચકાસવા માટે સૌ પ્રથમ તેને ગરમ પાણીમાં થોડી વાર ઉકાળો. આ પાણીમાં સોયાબીનનો લોટ અને તુવેરની દાળનો પાવડર ઉમેરો. લોટ મિક્સ કર્યા પછી, નકલી પનીરનો રંગ લાલ થવા લાગે છે.

આવું એટલા માટે થાય છે કારણ કે પનીર બનાવતી વખતે ડિટર્જન્ટ અને યુરિયા જેવા રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે તેનો રંગ લાલ થઈ જાય છે.