ભારતીય રેલ્વે દ્વારા દરરોજ લગભગ 2 કરોડ લોકો મુસાફરી કરે છે. પરંતુ શું તમે ભારતના છેલ્લા રેલ્વે સ્ટેશન વિશે જાણો છો?

બાંગ્લાદેશ સરહદને અડીને આવેલા ભારતના આ છેલ્લા રેલવે સ્ટેશનનું નામ સિંઘબાદ રેલવે સ્ટેશન છે. 

પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના હબીબપુર વિસ્તારમાં આવેલા આ રેલવે સ્ટેશનને ભારતનું છેલ્લું રેલવે સ્ટેશન માનવામાં આવે છે.

અંગ્રેજોના સમયમાં બનેલ આ રેલ્વે સ્ટેશન ઐતિહાસિક મહત્વ ધરાવે છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના ભૂતકાળના સંબંધોમાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી

આઝાદી પહેલા મહાત્મા ગાંધી અને સુભાષ ચંદ્ર બોઝ જેવી હસ્તીઓ ઢાકા જવા માટે આ સ્ટેશન પરથી પસાર થતી હતી.

પરંતુ હવે રેલવે સ્ટેશન ઉજ્જડ છે. હવે અહીં કોઈ પણ પેસેન્જર માટે કોઈ ટ્રેન ઊભી રહેતી નથી. આ રેલવે સ્ટેશનનો ઉપયોગ હવે માત્ર માલગાડીઓ માટે જ થાય છે