આજે 12 એપ્રિલ 2025ના રોજ ચૈત્ર સુદ પૂર્ણિમા, શનિવાર અને હનુમાન જન્મોત્સવના પાવન સંયોગ પર શ્રદ્ધાળુઓની સાળંગપુરમાં હૈયેહૈયું દળાય તેવી ભીડ જોવા મળી હતી

આજે કષ્ટભંજન દેવને સુવર્ણ વાઘાનો શણગાર કરવામાં આવ્યો છે. 51,000 બલૂનથી ભક્તોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

દાદાના જન્મદિવસની ઉજવણી પર મંદિર પરિસરમાં સંતો અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં ખાસ 250 કિલો વજનની કેકનું કટિંગ કરવામાં આવ્યું હતું

ભક્તો ડીજેના તાલે હનુમાન ભક્તિમાં ઝૂમી ઊઠ્યા હતા. 'જય શ્રીરામ'ના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઊઠ્યો

આજે બપોરે 11 કલાકે દાદાને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જેના દર્શન કરી લાખો હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી 

આજે વહેલી સવારથી જ દાદાના દરબારમાં માનવ મહેરામણ ઊમટી પડ્યું છે

દાદાના જન્મદિવસના સમન્વયથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાળંગપુરધામમાં દાદાના જન્મદિવસની ઉજવણીનો નજારો જોઈ ભક્તો ભાવવિભોર બન્યા છે

સવારના પાંચ વાગ્યાથી લોકો અવિરત દાદાનાં દર્શનનો લ્હાવો લઇ રહ્યા છે

આજના દિવસે 50થી વધુ ભૂદેવો દ્વારા સમૂહ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1000થી વધુ ભક્તોએ દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં જોડાવાનો લહાવો લીધો હતો

મંદિર પ્રશાસન દ્વારા બહારગામથી આવતા ભક્તો માટે રહેવા-જમવાની અને વાહન પાર્કિંગની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, વ્યવસ્થા જાળવવા માટે 3000થી વધુ સ્વયંસેવકો ખડેપગે છે