લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ઉમેદવારો જનતાને રીઝવવાના અનેક પ્રયાસો કરી રહ્યા છે.

ભાજપે મથુરાથી હેમા માલિનીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. 

તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

 બીજેપી ઉમેદવાર અને સાંસદ હેમા માલિની ઘઉંની કાપણી કરતી મહિલાઓને મળવા પહોંચી હતી.

હેમા માલિનીએ મહિલાઓ સાથે ઘઉંની કાપણી પણ કરી હતી.

તસવીરોમાં હેમા માલિની ચૂંટણી પ્રચાર દરમિયાન મહિલા ખેડૂતો સાથે ઘઉંની કાપણી કરતી જોવા મળે છે. 

 લોકો કહી રહ્યા છે કે, દર પાંચ વર્ષે હેમા માલીનની ઘઉં કાપતા જોવા મળે છે. 

લોકો તેમના જુના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે.