દિલ્હી બોર્ડર પર ખેડૂતો દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. 

પંજાબથી દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતોને રોકવા માટે હરિયાણા પોલીસને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. 

શંભુ બોર્ડર પર ખેડૂતોના પ્રદર્શનને જોઈને પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા.

લઘુત્તમ ટેકાના ભાવ સહિતની તેમની માંગણીઓ માટે ખેડૂતોની દિલ્હી ચલો કૂચ હવે વેગ પકડી રહી છે.

 પંજાબ, હરિયાણા અને યુપીના ખેડૂતો દિલ્હી બોર્ડર પર પહોંચી ગયા છે.

આ આંદોલનને કારણે દિલ્હીને અડીને આવેલી તમામ સરહદો પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો છે.

લોકોને દિલ્હીમાં પ્રવેશતા રોકવા માટે પોલીસે તમામ સરહદો સીલ કરી દીધી છે.

ખેડૂતોના ઉગ્ર વિરોધને જોતા દિલ્હીમાં 12મી ફેબ્રુઆરીથી કલમ 144 લાગુ કરવામાં આવી છે. 

અબુ ધાબીમાં બનેલા વિશાળ હિન્દુ મંદિરની શું છે વિશેષતા ?