કાકડી કોઈપણ ઋતુમાં ખાઈ શકાય છે. કાકડી ખાવાથી શરીરમાં પાણીની કમી પૂરી થાય છે. કાકડીને સૌથી ફાયદાકારક શાકભાજી માનવામાં આવે છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે

કાકડીમાં વિટામિન K હોય છે, જે મજબૂત હાડકાં માટે મહત્વપૂર્ણ તત્વ છે

વિટામિન C શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખે છે, કાકડીમાં વિટામિન સીના તત્વો પણ મળી આવે છે

કાકડી ખાવાથી ત્વચા શુષ્ક નથી થતી કે તેના પર પિમ્પલ્સ અને કરચલીઓ પણ આવતી નથી

કાકડીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, તેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. આ રીતે તમારું વજન વધશે નહીં