કર્તવ્ય પથ પર પ્રસ્તુત થયેલી ગુજરાતની સાંસ્કૃતિક અને પ્રવાસન વિરાસત ઝાંખી સતત બીજા વર્ષે પણ દેશની જનતાની પ્રથમ પસંદગી બનીછે.
My Gov પ્લેટફોર્મ દ્વારા રાજ્યોના ટેબ્લોઝની શ્રેષ્ઠતા પસંદગી માટે દેશની જનતા પાસેથી ઓનલાઇન વોટિંગ થયુ હતુ.
જે અંતર્ગત પીપલ્સ ચોઇસ એવોર્ડમાં ગુજરાતનો ટેબ્લો સૌથી વધુ વોટ શેર સાથે પ્રથમ ક્રમે આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, ગુજરાતના ટેબ્લૉને સતત બીજા વર્ષે પીપલ્સ ચોઇસ શ્રેણીમાં પ્રથમ સ્થાન મળ્યું છે જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે.