ક્રિકેટર રિંકુ સિંહ અને સપા સાંસદ પ્રિયા સરોજની રિંગ સેરેમની યોજાઈ
રિંગ સેરેમની લખનૌની 'ધ સેન્ટ્રમ' હોટેલમાં યોજાઈ જ્યાં રિંકુ અને પ્રિયા એકબીજાના હાથ પકડીને હોલમાં પહોંચ્યા હતા
જ્યારે રિંકુએ સ્ટેજ પર પ્રિયાને રિંગ પહેરાવી ત્યારે તે ભાવુક થઈ ગઈ હતી. આ પ્રસંગે પ્રિયાની આંખો ખુશીના આંસુઓથી છલકાઈ ગઈ હતી
આ દરમિયાન પ્રિયાએ પિન્ક લહેંગો પહેર્યો હતો, જ્યારે રિંકુએ ઓફ-વ્હાઇટ શેરવાની પહેરી હતી
રિંગ સેરેમનીમાં BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, ભૂતપૂર્વ ક્રિકેટર પીયૂષ ચાવલા અને પ્રવીણ કુમાર પણ હાજર રહ્યા હતા